દીવ જવાનું પ્લાનિંગ હોય તો આ વાત જાણી લેજો ! આજ થી ત્રણ મહીના સુધી દીવ મા આ જગ્યા પર…
હાલમાં જો તમેં દીવ ફરવા જવાનું વિચારો છો તો આ સમાચાર ખાસ જાણી લેજો. એક તરફ હાલમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે, ત્યારે અનેક લોકો ફરવા જવાનું વિચારતા હોય છે. જેમાં ખાસ કરીને ગુજરાતીઓ દીવ જવાનું વધારે પસંદ કરે છે. દિવ એ ગુજરાતનું મીની ગોવા છે અને અહીંયા આવેલા દરિયા કિનારા સૌને પોતાની તરફે આકર્ષે છે. ખાસ આ જ કારણે લોકો બિચનો આનંદ માણવા દીવ આવે છે. હાલમાં જ એક ખાસ નિવેદન ભાર પાડવામાં આવ્યું છે.
હવે દીવ જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. આજથી લઇને દીવના તમામ બીચ પર જવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેથી જો તમે જીવ જશો તો પણ તમે બીચનો ખરો આનંદ નહીં માણી શકો. આ પતિબંધ 3 મહિના સુધી લાગુ રહેશે, આ પહેલા જ ગુજરાતના શિવરાજ પૂર બીચ પર નાહવાનો પતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ દીવમાં તો બીચ પર જવાનો જ પતિબંધ લગાવવામાં આવ્યો છે.
આજથી લઇને 31 ઓગસ્ટ સુધી બીચ બંધ રહેશે. જેથી ત્રણ મહિના સુધી બીચ પર વોટર સ્પોર્ટ્સ બંધ રહેશે. જેથી પર્યટકો હવે બીચ પર કોઈપણ પ્રકારની એક્ટિવિટી નહીં કરી શકે, પર્યટકો માટે એક ખરાબ સમાચાર છે કારણ કે દીવનું આકર્ષણ બીચ છે અને બીચ બંધ થવાથી હવે પર્યટકો માત્ર દીવમાં આવેલ ફરવાના સ્થળોનો જ આનંદ માણી શકશે.
જો તમે બીચના શોખીન છો તો તમારે ત્રણ મહિના સુધી દીવ જવાનો પ્લાન ન બનાવો જોઈએ કારણ કે દીવ બીચ રસિયાઓ માટે ડેનટિનેશન પ્લેસ છે. બીચ બંધ થવાથી પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી શકે છે. જો તમારે બીચ ના જવું હોય તો પણ દીવ ફરવા લાયક સ્થળો પણ ઘણા છે, જેમાં હિલસા એક્વેરિયમાં તમે માછલીઓ નિહાળી શકો છો. આ સિવાય 17મી સદીમાં પોર્ટુગીઝ લોકોએ બનાવેલ ચર્ચ પણ લોકપ્રિય છે અને ગંગેશ્વર મંદિર પણ અતિ પાવનકારી છે.