Entertainment

ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી કર્યો ચોંકાવનારો ખુલાસો, 10 વર્ષ પહેલા જ તેનાથી મોટી ઉંમરના રાજનેતા સાથે લગ્ન કર્યા હતા, તસ્વીરો આવી સામે.

હાલમાં જ બૉલીવુડના અભિનેતા આશિષ વિધાર્થીએ ઘડપણના ઉંબરે આવીને લગ્ન કર્યા છે. ઘણા યુવાનો લગ્ન કરવાની વાટે છે, ત્યારૅ વધુ એક રાજનેતાએ લગ્ન કરી લીધા છે અને તેનાથી નાની ઉંમરની ટીવી સિરિયલની અભિનેત્રી સાથે. ચાલો અમે આપને જણાવીએ કે આ રાજનેતા કોણ છે?સોશિયલ મીડિયાની દુનિયામાં જગત ભરની વાતો જાણવા મળી જાય છે. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની વધુ એક ખૂબ જ લોકપ્રિય અભિનેત્રીએ પોતાના લગ્નનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે.

 

ઈશ્ક કા રંગ સફેદ, જનમન કા બંધન, ઈચ્છાધારી નાગીન, પરફેક્ટ પતિ અને વિશમાં મહત્વની ભૂમિકા ભજવનાર ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સ્નેહલ રાયની જેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેણે રાજનેતા માધવેન્દ્ર રોય સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન જીવનને 10 વર્ષ સુધી દુનિયાથી છુપાવી રાખ્યાં.હાલમાં આ એક્ટ્રેસે લગ્નનું રહસ્ય જણાવીને ચોંકાવી દીધા.

હકીકતમાં, અભિનેત્રી સ્નેહલ રોયે 10 વર્ષ પહેલા રાજનેતા માધવેન્દ્ર રાય સાથે લગ્ન કર્યા હતા અને તેમની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. સ્નેહલના પતિ એક રાજનેતા છે અને અભિનેત્રી તેમનાથી 21 વર્ષ નાની છે,બંનેના લગ્નને 10 વર્ષ થયા છે અને આટલા વર્ષો સુધી બંનેએ પોતાના લગ્નને છુપાવીને રાખ્યા હતા. અભિનેત્રીએ રાજનેતા માધવેન્દ્ર સાથે આજે સુખી લગ્ન જીવન પસાર કરે છે.

સ્નેહલ રોયે એક મીડિયા ઈન્ટરવ્યુમાં વાત કરતા જણાવ્યું કે તેનો પતિ કોણ છે, તે તેને કેવી રીતે મળ્યો અને કેવી રીતે વાત લગ્ન સુધી પહોંચી. એટલું જ નહીં, અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તેણે પોતાના લગ્નને 10 વર્ષ સુધી દુનિયાથી કેમ છુપાવીને રાખ્યા..?અભિનેત્રીએ કહ્યું હતું કે, મારા લગ્નની વાત મેં છુપાવી નથી પણ હું અંગત જીવન વાત કોઈની સાથે ચર્ચા કરવા માંગતી નથી. હું જ્યારે 23 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા હતા અને આજે હું મારા લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. લગ્ન પછી તેની અભિનય કારકિર્દી શરૂ કરી.

સ્નેહલ એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા સ્નેહલ એન્કરિંગનું કામ કરતી હતી અને તે એક સમયે દિલ્હીમાં પ્રોગ્રામ હોસ્ટ તરીકે પહોંચી હતી જ્યાં ઘણા રાજકારણીઓ પહોંચી ગયા હતા. આ દરમિયાન સ્નેહલ VIP ગેસ્ટનું નામ બોલાવી રહી હતી, જોકે તેને માધવેન્દ્રનું નામ લેવામાં મુશ્કેલી પડી રહી હતી, પરંતુ તેને તેનું વ્યક્તિત્વ ખૂબ જ મજબૂત લાગ્યું અને તે પછી બંને ફ્લાઈટમાં સાથે આવ્યા અને આ દરમિયાન વાતચીત થઈ. બંને વચ્ચે મિત્રતા થઈ આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી બંનેએ લગ્ન કરી લીધા અને એકબીજાને જીવનસાથી બનાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!