માત્ર 23 સેકન્ડ મા મહાકાય બ્રીજ ધરાશાહી થઈ ગયો !1700 કરોડ ના ખર્ચે બનનાર…. જુઓ ધૃજાવી દે તેવો વિડીઓ
ભારતમાં ટ્રિપલ ટ્રેન અકસ્માત બાદ વધુ એક ચોંકાવનારી ઘટના બની છે. હાલમાં ચારો તરફ માત્ર આ જ ઘટના અંગે જ ચર્ચા થઈ રહી છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે બિહારમાં ગંગા નદી પર બનેલ બ્રિજ ધારાશય થઈ ગયો છે અને ચારોતરફ માત્ર આ વીડિયોની જ ચર્ચા થઈ રહી છે કારણ કે આ પુલ એ રીતે ધરાશય થયો છે કે જોઈને કોઈપણ વ્યક્તિના રૂંવાટા ઉભા થઇ જાય. આ ઘટનામાં કોઈ જાનહની થઈ છે કે નહીં તે અંગે માહિતી મળી નથી.
વાત જાણે એમ છે કે, ગંગા નદી પર નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી થયો છે. આ પુલ અગુવાની સુલતાનગંજ પુલ ખાગરિયા અને ભાગલપુર જિલ્લાઓને જોડનાર હતો પરંતુ આ પુલ ટાઇટેનિક જહાજની જેમ તૂટી ગયો. તમને જાણીને નવાઈ લાગશે કે આ પુલ 1700 કરોડના ખર્ચે બન્યો છે.
સૌથી આશ્ચયની વાત એ છે કે, બે વર્ષ પહેલા પણ આ પુલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. ફરી એકવાર આ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર પડી ગયું. જેમાં 30થી વધુ સ્લેબ તુટી ગયા છે.બે મહિના પહેલા તોફાનના કારણે પુલનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો પરંતુ ફરી વખત ક્યાં કારણોસર આ પુલ પડ્યો છે તે અંગે કોઈ કારણ જાણવા મળ્યું નથી. હાલમાં આ પુલ ધરાશય થવા પાછળ યોગ્ય તપાસ કરવામાં આવશે.
આજથી 4 વરસ પહેલાં મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારે આ પુલના નિર્માણ કાર્યનું શિલાન્યાસ કર્યું હતું. સિંગલા નામની કંપનીને આ બ્રીજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ પુલના સ્ટ્રકચરનું 80 ટકા કામ પૂરું થઈ ગયું હતું તેમજ એપ્રોચ રોડનું 45 ટકા કામ પૂરું થઈ ગયેલું. હાલમાં કન્ટ્રકશન કંપની પાસે બ્રિજ પડવા પાછળનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે કારણ કે 1700 કરોડથી વધુ ખર્ચો કર્યા છતાં બ્રિજ તૂટી ગયેલ તેની પાછળ ભષ્ટ્રાચાર જવાબદાર છે કે પછી કોઈ અન્ય કારણ એ તો યોગ્ય તપાસ કર્યા બાદ સામે આવશે.
— Today GUJARAT (@TodayGUJARAT1) June 4, 2023