Gujarat

અમદાવાદ મા વ્યાજખોરોના ત્રાસ થી શિક્ષકે ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પહેલા સ્યૂસાઇડ નોટ મા એવું લખ્યુ કે…

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ટાળવા માટે ખાસ મિશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વ્યાજખોરોના કારણે અનેક લોકો આત્મહત્યા જેવું પગલું ભરતા હોય છે અને આજ  કારણે આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. ગામે ગામ અને શહેરોમાં વ્યક્તિઓને એકઠાં કરીને વ્યાજે પૈસા ન લેવા બદલ અનેક લોકોને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. આ મિશન શરૂ હોવા છતાં પણ ગુજરાતમાં અનેક નિર્દોષ વ્યક્તિઓ વ્યાજખોરોના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલમાં જ વધુ એક ઘટના સામેં આવી છે.

એબીપી અસ્મિતા ન્યૂઝમાં અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક શિક્ષકે ગળોફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું. 27 વર્ષીય સુબ્રતો પાલ  નામનો આ  ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. આ યુવાને આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી છે. જેમાં આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું હતું.

આ ઘટના અંગે જાણ થતાં જ  પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતકના મોટાભાઈએ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે 5 લાખ રૂપિયા લીધા હતા. જો આ રોકાણમાંથી ફાયદો થાય તો 50 ટકા ભાગ અન્ય ત્રણ લોકોને આપવાનું નક્કી થયું હતું. ફાયદો થવાના બદલે નુકસાન થયું અને આ કારણે મૃતકના મોટાભાઈએ ફીનાઇલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમયસર સારવાર મળતા જીવ બચી ગયો હતો.

આ બનાવમાં ચોંકાવનારી વાત એ છે કે પોલીસને જાણવા મળ્યું છે કે સ્યુસાઇડ નોટમાં લખેલ અક્ષર મૃતકના ના હોઇ શકે.
મૃતક સુબ્રતોએ આત્મહત્યા કરતા પહેલા  હિન્દીમાં સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે ત્રણ વ્યાજખોર સામે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. હું હેરાન થઈ ગયો છું. હું આત્મહત્યા કરું છું. કદાચ મારા મોત બાદ મારા પરિવારને ન્યાય મળી શકે. હાલમાં આ આત્મહત્યાના બનાવ અંગે પોલીસે યોગ્ય તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!