Gujarat

ટીવી જગત મા સન્નાટો છવાઈ ગયો ! મહાભારત મા કામ કરી ચુકેલા દિગ્ગજ એક્ટર નુ થયું નિધન…

હાલમાં જ ટીવી જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મહાભારત જેવી લોકપ્રિય ધારાવાહિકમાં શકુનીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુફી પેન્ટલ આ દુન્યયામાંથી વિદાય લઈ લીધી. ઘણા સમયથી તેઓ બીમાર હતા અને આ જ ગંભીર બીમારિના કારણે તેમનું મોત નીપજ્યું છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. તેમના નિધનના કારણે ટીવી જગત અને ચાહકોમાં શોક છવાઈ ગયો છે.

ગુફી એ પોતાના અભિનયકાળમાં માત્ર એક પાત્ર ભજવ્યું હતું જે લાખો દિલોમાં વસી ગયું. ડોકટરે તેમનો જીબ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ વિધિના લેખને કોણ બદલી શકે છે? ગઈ કાલે સવારે મુંબઈની હોસ્પિટલમાં 78 વર્ષની વયે ગૂફી પેન્ટલે અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.  તેમના અંતિમ સંસ્કાર ગઈકાલે જ બપોરે અંધેરીમાં કરવામાં આવ્યા હતા અને જેમાં અનેક કલાકારો અને પરિવારના સભ્યોએ હાજરી આપી.

ગુફી પેન્ટલ વિશે જાણીએ તો તેમનો  જન્મ 4 ઓક્ટોબર, 1944ના રોજ પંજાબના તરન તારણ જિલ્લામાં થયો હતો.પંજાબી પરિવારમાં જન્મેલ ગુફિજીનું નામ   સરબજિત સિંહ પેન્ટલ હતું. પોતાના જીવનની નવી શરૂઆત માટે વર્ષ 1969માં તેઓ મુંબઈ આવ્યા હતા, જ્યાં તેમણે મોડેલિંગની શરૂઆત કરી હતી.અભિનયની શરૂઆત કર્યા તે પહેલાં તે એક એન્જીનીયર હતા. પોતાના શોખ ખાતર તેઓ અભિનયની દુનિત્યમાં આવ્યાં અને ખૂબ જ સફળ થયાં.

કહેવાય છે ને દરેક કલાકારને તેની ઓળખ એક પાત્ર દ્વારા મળે છે. બીઆર ચોપરાની લોકપ્રિય સિરિયલ મહાભારતથી સફળતા મળી હતી, જેમાં તેમણે ‘શકુનિ મામા’નો રોલ કર્યો હતો. અહીંથી તેમને ઘણી લોકપ્રિયતા મળી અને આજે પણ તેઓ એ પાત્ર માટે જાણીતા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!