ધર્માંતરણ મુદ્દે બાગેશ્વર બાબા એ મોટી જાહેરાત કરી ! કીધુ કે ” હું સનાતન ધર્મ પર પુસ્તક…
ભારતમાં માત્ર ને માત્ર હાલમાં ચારો તરફ બાગેશ્વર ધામની જ ચર્ચાઓ થઈ રહી છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી ગુજરાતના પ્રવાસે આવ્યાં અને તેમને ગુજરાતના ભક્તજનોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આપણે જાણીએ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી સનાતન ધર્મ અંગે સૌને માહિતગાર કરી રહ્યા છે તેમજ સાથોસાથ તેઓ સૌ કોઈને એકસાથે જોડી રહ્યા છે જેથી અખંડ ભારત અને શ્રેષ્ઠ હિંદુઓનું ઘડતર થાય. હાલમાં જ બાબા સનાતન ધર્મ માટે અને આજની યુવાપેઢી માટે ખાસ નિવેદન આપ્યું છે.
મિડડે ન્યૂઝમાં માધ્યમથી જાણવા મળ્યું છે કે, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં મધ્યપ્રદેશના મંદસૌરમાં છે અને અહીંયા જ તેમણે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાવવાની વાત કરી અને તેમણે કહ્યું કે તેઓ સનાતન ધર્મ પર પુસ્તક લખશે. આ પુસ્તકનું શાળા-કૉલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેથી આજની યુવાપેઢી આપણી સંસ્કૃતિ અને સંસ્કારો મેળવી શકે તેમજ સનાતન ધર્મ વિશે જાણી શકે.
બાબા એ મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું સનાતન ધર્મ પર પુસ્તક લખવાનું વિચારી રહ્યો છું. હું ટુંક જ સમયના આ પુસ્તક તૈયાર કરવા માટે એકાંતમાં બેસીશ. પુસ્તક બન્યા બાદ આ પુસ્તકોનું શાળા-કૉલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પુસ્તક વાંચીને લોકો જાણી શકશે કે હિન્દુ ધર્મ શું છે. ખરેખર બાબા જે પણ કરી રહ્યા છે તે માત્ર સનાતન ધર્મ વિશે જાગૃતતા ફેલાવી રહ્યા છે.હાલમાં ચારો તરફ માત્ર આ જ કારણે બાગેશ્વર ધામની બોલબાલા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.