જાણો કેટલા વાગે અને કેટલી સ્પીડ થી બીપોરજોય વાવાઝોડુ ટકરાઈ શકે ? અંબાલાલ પટેલે શું આગાહી કરી ?
હાલમાં ગુજરાતમાં (Gujarat) ચારો તરફ વાદળોના સંકટ છવાઈ ગયેલા છે, આવા સમયમાં વાવાઝોડું કેટલા વાગે અને કેટલી સ્પીડથી બીપોરજોય વાવાઝોડુ (biporjoy cyclone ) ટકરાઈ શકે છે તે અંગે ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે આ વાવાઝોડું ક્યારે આવશે. વાત જાણે એમ છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ દિશા ન બદલતા તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ ઘટનાને પગલે સૌ કોઈ ચિંતિત થઈ ગયા છે.
એક તરફ સૌ કોઈ વાવાઝોડું નજીક ન આવે તે માટે ભગવાને પ્રાર્થના કરી રહ્યા છે, એવાં સમયે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બિપરજોય વાવાઝોડું આવતીકાલ સુધીમાં લેન્ડફોલ (Landfall) થશે તેમજ પવનની ગતી ખુબ જ વધુ ભારે હશે. હાલમાં તો 280 કી.મી ગુજરાતથી દુર છે. વાવાઝોડાનો ખતરો હજુ પણ રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થાળાતંર કરવાની કામગીરી કરવાની શરુ છે.
કાલે આવતી કાલે એટલે કે, 4થી 8 સુધીમાં લેન્ડફોલ થશે તેમજ પવનની ગતી 150 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. ગુ જરાતમા નહી ફૂંકાઈ તેવી શક્યતા ઓછી થતા સાવચેત રહેવું જોઈએ. કારણ કે લેન્ડફોલ થવાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ (monsoon)પડી શકે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે તો બીજી તરફ ભરુચ, સુરત, અમરેલી, ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર અને દ્વારકામાં ભારે પવન ફૂંકાશે. પવન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેથી દરેક લોકો સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે અને દરિયાકાંઠામાં વિસ્તારના લોકોનું સ્થળાંતર ( transfer ) કરવામાં આવ્યું છે.