Gujarat

સુરત નો માતા પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! એક નાની એવી બેદરકારી ના લીધે 2 વર્ષ ના માસુમ બાળક નુ મોત થયું

હાલમાં જ સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! એક નાની એવી બેદરકારીના લીધે 2 વર્ષના માસુમ બાળક નુ મોત થયું. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે બનાવમાં શું બન્યું તે જાણીએ છે.

બાળકની ઘરની બહાર રમતો 2 વર્ષના બાળકને ટેમ્પો ચાલકે અડફેટે લેતા દુઃખદાયી બનાવ બન્યો છે. આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી સમાન છે. સુરતમાં માતા-પિતાની નજર હટી અને દૂર્ઘટના ઘટી જેવી ઘટના સામે આવી છે.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 2 વર્ષના બાળકને ગેસનો બાટલો ડિલીવરી કરતા ટેમ્પો ચાલકે અડફેટે લીધું હોવાની ઘટના સામે આવી છે. બાળમિત્રો સાથે રમી રહ્યો હતો. ઘટના અંગે જાણ થતા ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનામાં બાળકને કમરના ભાગે ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેની તપાસ કરી હતી, બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે પરિવારમાં શોકમય વાતાવરણ ફેરવાઇ ગયું હતું.

મૃત બાળકના પિતા જેઓના પિતા વિરેન્દ્ર કિમ ખાતે આવેલ પ્રાઇવેટ કંપનીમાં સંચાના કારખામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, પોતાનો લાડકવાયો દીકરો ગુમાવી દેતા હોય શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટના દરેક માતાપિતાઓ માટે ખૂબ જ ચેતવણી સમાન છે કારણ કે એક ભૂલના કારણે પોતાનો લાડકવાયો દીકરો ગુમાવવાનો વારો આવ્યો.

ક્યારેય પણ બાળકને રસ્તા પર રમવા ન મોકલાવ અને મોકલો તો દેખરેખ જરૂરથી રાખવી. હાલમાં તો આ ઘટના અંગે પોલીસને જાણ થતા હાલ આ સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુન્હોનોંધી કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!