કેન્સર જેવી બીમારી દૂર કરશે પાલક! જાણો પાલકનાં ગુણો વિશે.
આજે આપણે પાલકના ઉત્તમ ગુણો વિશે જાણીશું. પાલક આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક છેવિટામિન ‘એ’ અને વિટામિન ‘સી’નું ઉચ્ચ પ્રમાણ ધરાવતી પાલખ કેન્સરને અટકાવવામાં મદદરૂપ થાય છે. બ્લડપ્રેશર અને એનિમિયા માટે આહારમાં પાલખ લેવી જોઈએ. પાલખમાં રહેલ પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ બ્લડપ્રેશરને નિયમિત અને કાબુમાં રાખે છે. પાલખનાં કુમળાં પાન સલાડમાં કે પાલખને સૂપ કે શાકના રૂપમાં લઈ શકાય. પાલખ સ્નિગધ, ભારે, મધુર, વિષ્ઠભી-મળ રોકનાર, કબજિયાત કરનાર, લોહતત્વથી ભરપુર અને મૂત્ર વધારનાર છે, આથી તે સોજા પણ ઉતારે છે.
એ માંસ વધારે છે. શ્વાસ, પિત્ત અને રક્તપિત્તમાં ફાયદો કરે છે. એનિમિયાના દર્દીને હિતકર છે. સરળતાથી પચી જનાર પાલખ ગર્ભવતી સ્ત્રી, અલ્પપોષિત બાળકો તથા વૃદ્ધોની નબળાઈ દૂર કરી નવું જીવન બક્ષે છે. પાલખની ભાજી બહુ ગુણકારી હોવા છતાં તે કફ અને વાયુ કરે છે, આથી કફ કે વાયુ રોગોથી પીડિત વ્યક્તિએ એનું સેવન કરવું હિતાવહ નથી. તેણે આહારમાં પાલખનો ઉપયોગ બંધ કરવો.
રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તથા બહુમૂત્ર જેવી તકલીફમાં પાલખના શાકમાં શેકેલા તલ નાખી બનાવેલું શાક રાત્રિ ભોજનમાં લેવાથી લાભદાયી સિદ્ધ થાય છે. કબજિયાત હોય તો પાલખ અને બથવાનું શાક ખાવું તથા પાલખનો રસ પીવો લાભદાયક છે. રેસાપ્રધાન પાલખ આંતરડામાં જમા થયેલ મળનું નિષ્કાસન કરી કબજિયાતથી મુક્તિ અપાવે છે. આંતરડાના સોજામાં પણ પાલખનું શાક લાભદાયી છે. ઉદરરોગ જેવા કે અ:ામાશય, અહિંતરડાંની નિબળતા, ગેસ-વાયુ વિકાર, અપચો વગેરેમાં ટામેટાં અને પાલખના ૧ ગ્લાસ રસમાં લીંબુ નીચોવી નિત્ય સાંજે ૪-૫ વાગ્ય સેવન કરવાથી અ:ાતરડાં અને અ:ામાશય સ્વચ્છ અને સ્વસ્થ બને છે.