વિદેશ જવા માંગતા માટે લોકો ચેતવણી ભર્યો કિસ્સો! વધુ એક પાટીદાર યુવક કેનેડામાં થયો ગુમ, જાણો વધુ વિગતવાર..
હાલમાં દરેક ગુજરાતીઓ વિદેશ જવાની ધેલછા છે, મોટાભાગના યુવાનો કમાવવા અને ભણવા માટે વિદેશ જાય છે પરંતુ વિદેશ ગયા પછી અનેક યુવાનો મુશ્કેલીઓમાં મુકાઈ છે. હાલમાં જ કેનેડામાં વધુ એક ગુજરાતી યુવાન ગુમ થયો છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ યુવાન કોણ છે.આ છેલ્લા ત્રણ મહિનામાં કેનેડામાંબે ગુજરાતી વિદ્યાર્થીઓના શંકાસ્પદ રીતે મોત થયા છે.
હાલમાં વધુ એક પાટીદાર યુવક કેનેડામાં ગાયબ થવાની ઘટના સામે આવી છે. કેનેડાના બ્રાન્ડોન શહેરમાં રહેતો 20 વર્ષીયવિશય પટેલના છેલ્લા બે દિવસથી કોઈ લાપતા છે. હાલમાં તો પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે, વિશય અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં વિશયની ગુમ થવાની ઘટના અંગે જણાવવામાં આવ્યું છે.
આ પોસ્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, વિશય 15મી જૂને રાત્રે 11 વાગ્યે ઘરની બહાર નીકળતા જોવા મળ્યો હતો. આ દરમિયાન તે ડાર્ક અથવા બ્લેક ટી-શર્ટ, બ્લેક સ્વેટપેન્ટ અને પીળાથી નવા કાળા રનિંગ શૂઝ પહેરીને પોતાની સિવિક કારમાં ઘરેથી નીક્ળ્યો હતો. આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસે પોસ્ટ કરીને કહ્યું છે કે, વિશય અંગે માહિતી મળે તો કોઈપણ વ્યક્તિ 204-729-2345 પર કોલ કરીને અથવા brandon.ca/police-contact/police-ontact પર જઈને બ્રાન્ડોન પોલીસને જાણ કરે . આ ઘટના એ તો સમજાય ગયું કે હવે કેનેડા વિધાર્થીઓમાં માટે સુરક્ષિત નથી રહ્યું,
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.