પોતાનો જીવ દાવ પર લગાવી વહુએ કોરોનાગ્રસ્ત સસરાને ખભેઉઠાવી દવાખાને લઈ ગઈ. પછી બની આવી ઘટના…
આપણા સમાજમાં દીકરી અને બાપ વચ્ચેનો સંબંધને ખૂબ જ અતૂટ માનવામાં આવે છે, કારણ કે બાપને દીકરી અને દીકરીને પિતા પ્રત્યે ખૂબ જ લાગણીઓ બંધાયેલ હોય છે. દીકરી પિતા માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે પરતું તમેં સાંભળ્યુ છે કે ક્યારેય કોઈ વહું તેના સસરાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ સંકટમાં મૂકી દે! આપણા સમાજના રૂઢિચુસ્તા અને રિવાજ ન લીધે વહુ અને સસરા પ્રત્યે ભાગ્યે જ વાત થતી હશે કારણ કે વહુ અને સસરા વચ્ચે બાપ દીકરીનો સંબંધ ન બંધાઈ ?
આજે અમે આપને એવો કિસ્સો જણાવીશું કે તમે ચોકી જશો. કોરોનાની બીજી લહેરની પરિસ્થિતિ કેવી હતી એ તો આપણે જાણીએ છે કે, જીવ બચવવા માટે ન હોસ્પિટલમાં જગ્યા હતી કે ના દેહ ને અંતિમ ક્રિયા માટે સમશાનમાં!આસામના રાહાના ભાટીગામથી. અહીં એક વહુ પોતાના કોરોના સંક્રમિત સસરાને ખભા પર ઉપાડીને હૉસ્પિટલ લઈ ગઇ હતી, જેથી તેની સારવાર સમયસર થઈ શકે. કહેવામાં આવી રહ્યું છે કે 75 વર્ષીય થુલેશ્વર દાસનો પુત્ર સૂરજ શહેરમાં નોકરી કરે છે. દીકરાની ગેરહાજરીમાં વહુ નિહારીકા જ પોતાના સસરાની દેખરેખ કરે છે.નિહારીકાએ સસરાને લઈ જવા માટે લોકોને શોધવાનો પ્રયત્ન કર્યો, જ્યારે તેને કોઈ ન મળ્યું તો તેણે પોતે જ જવાબદારી ઉઠાવી. નિહારીકાએ પોતાની ખભા પર સસરાને ઉઠાવ્યો અને હૉસ્પિટલ લઈ ગઈ પરંતુ એમ કરનારી નિહારિકા પણ કોરોના ગ્રસ્ત થઈ ગઇ હતી.
રાહાની નિહારિકા દાસે પોતાના સસરા પ્રત્યે મુશ્કેલ સમયમાં જે રીતે ઉત્તરદાયિત્વનોનો પરિચય આપ્યો છે તેનાથી લોકોમાં વધારે ખુશી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર નિહારીકાના સાહસની કહાની વાયરલ થઈ રહી છે. યુઝર્સનું કહેવું છે કે રૂઢિવાદી સમાજમાં વહુ અને દીકરીઓને સમાન દરજ્જો આપવા આવે કે નહીં, પરંતુ વહુઓ પોતાના કર્તવ્યથી પાછળ હટતી નથી.