ઓટો રીક્ષા ચાલકે એવું ઘર ખરીધુ કે, ઇન્કમટેક્સ વાળા ચોંકી ગયાં! રાતોરાત બન્યો કરોડપતિ.
દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે, તે કરોડપતિ બને! આપણે ઘણીવાર સાંભળ્યું છે કે, ભારતમાં એવા લોકો પણ છે કે જે ભિખારી હોવા છતાં પણ કરોડની સંપતિઓ ધરાવે છે. ત્યારે આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું કે, તમે ચોકી જશો. એક ઓટો ચાલકનું જીવન સિમ્પલ જ હોય છે અને રોજનું કમાઈને રોજનું ખાતા હોય છે જેમાં વર્ષો સુધી બચત ભેગી ન થતી હોય છે. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું કે, જે ઓટો રિક્ષા ચાલક હોવા છતાં પણ કરોડરૂપીયાની સંપત્તિ ધરાવે છે.
આ વાત છે બેંગ્લોરની જ્યા ઓટો રીક્ષા ચાલક પાસે કરોડ રૂપિયાની સંપત્તિ નીકળી કે ઇન્કમટેક્સ વાળની આંખો જોઈને પહોળી થઇ ગઇ.આ ડ્રાઈવર પાસે હજારો કે લાખો માં નહિ પણ કરોડો માં સંપતિ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના એક રીપોર્ટ અનુસાર આ રિક્ષા ડ્રાઈવર નું નામ નલુરલ્લી સુબ્રમણી છે. તે એક સામાન્ય રિક્ષ ચાલક છે અચાનક એમની પાસે એટલી બધી પ્રોપટી આવી ગઈ કે તેમણે હાલ 2 કરોડ નો વિલા ખરીદ્યો એ પણ રોકડા! વિચાર કરો કે રોજના માત્ર 500 થી 1000 કમાવી શકે એવા વ્યક્તિ પાસે 2 કરોડ રોકડા કેમ નીકળે?
આ સંપત્તિ જોઈને ઇન્કમટેક્સ વાળા રેડ પાડી અને 7 કરોડ રૂપિયાની સંપત્તિ મળી અને રોકડમાં ખરીધેલો વીલા!જ્યારે રીક્ષા ચાલકને પૂછ્યું ત્યારે તેને કહ્યું કે એક વિદેશી મહિલાને વીલા ભાડે અપાવ્યું હતું અને તેના મૃત્યુ પછી તેને પોતાની સંપત્તિ બધી રીક્ષા ચાલકને નામે કરી દીધી અને રાતોરાત આ વ્યક્તિ કરોડપતિ બની ગયો અને રીક્ષા ચાલક એ રીક્ષા ચલાવવનું મૂકી દીધું હતું અને રીક્ષા ચાલક વ્યાજનો ધંધો કરે છે અને આ વાત સાંભળીને ઇનકન્ટેક્સ વાળા ચોકી ગયા.