India

‘હું રતન ટાટા બોલી રહ્યો છું, શું આપણે મળી શકીએ છીએ ?’, અને પછી જે થયુ એ જાણી ને…

આજના સમયમાં અનેક યુવકો યુવતીઓ પોતાના જીવનમાં આગળ વધવા માટે પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરે છે અને આ માટે તેઓ અનેક લોકો પાસે નાણાકીય સહાય પણ ઇચ્છતા હોય છે પરંતુ કહેવાય છે ને કે, ક્યારેક નવા બિઝનેસમાં રોકાણ કરતા પહેલા પણ રોકાણકારો સો વાર વિચાર કરે છે. હાલમાં જ આવી એક ઘટના બની છે. હાલમાં સોશિયલ મીડિયામાં આવા જ એક યુવક અને યુવતીની સ્ટાર્ટ અપની કહાની વાયરક થઈ રહી છે. રતન ટાટા ના એક ફોને આ બંનેનું જીવન બદલી નાખ્યું હતું. ચાલો અમે આપને સપૂર્ણ વાત સમજાવીએ. વાત જાણે એમ છે કે, પુણે સ્થિત મોબાઇલ એનર્જી ડિસ્ટ્રિબ્યુશન સ્ટાર્ટઅપ રેપોસ એનર્જીના સ્થાપકો પોતાની વાત શેર કરી છે. તે પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાના એક ફોન કોલથી તેમનું નસીબ બદલાઈ ગયું હતું. રતન ટાટાએ આ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, રેપોસ એનર્જીએ ઓર્ગેનિક કચરાથી સંચાલિત ‘મોબાઇલ ઇલેક્ટ્રિક ચાર્જિંગ વ્હીકલ’ લોન્ચ કર્યું છે.

થોડા વર્ષો પહેલા અદિતિ ભોસલે વાલુંજ અને ચેતન વાલુંજે રેપોસ એનર્જીની શરૂઆત કરી હતી. માર્ગદર્શક માટે મનમાં રતન ટાટાનું નામ આવ્યું. અદિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક પોસ્ટ કરી હતી પણ મળવાનું શક્ત જ ન થયું. બને એ ગ્રાહકો માટે કોઈ પણ ઊર્જા અથવા ઇંધણના વિતરણ અને ડિલિવરી સિસ્ટમમાં કેવી રીતે ફેરફાર કરવા માંગે છે તેના પર 3D પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું. ત્યાર બાદ આ 3D પ્રેઝન્ટેશન રતન ટાટાને હાથથી લખેલા પત્ર સાથે મોકલ્યું હતું. તેમણે રતન ટાટાના ઘરની બહાર 12 કલાક સુધી રાહ પણ જોઈ હતી અને પણ તેમને મળી શક્યા ન હતા એટલે હોટેલ આવ્યા અને ત્યારબાદ તેમને એક ફોન આવ્યો ‘હેલો, શું હું અદિતિ સાથે વાત કરી શકું?’ “હું રતન ટાટા બોલું છું.

મને તમારો પત્ર મળ્યો. આપણે મળી શકીએ?” “બીજા દિવસે અમે સવારે 10.45 વાગ્યે તેમના ઘરે પહોંચ્યા અને અમારી પ્રસ્તુતિ આપવા માટે લિવિંગ રૂમમાં તેમની રાહ જોઈ. સવારે 11 વાગ્યાની મીટિંગ બપોરે 2 વાગ્યા સુધી ચાલી હતી.” જ્યારે રતન ટાટા દ્વારા પૂછવામાં આવ્યું કે તેમને તેમની પાસેથી શું અપેક્ષા છે, ત્યારે આ દંપતીએ જવાબ આપ્યો, “સર, લોકોની સેવા કરવામાં અને આપણા દેશને વૈશ્વિક બનાવવા માટે અમને મદદ કરો. અમને માર્ગદર્શન આપો,” રતન ટાટાએ કહ્યું, “ઠીક છે.”

2019 માં રતન ટાટા તરફથી પ્રથમ ટોકન રોકાણ અને એપ્રિલ 2022 માં બીજું રોકાણ મળ્યું અદિતિએ વધુમાં જણાવ્યું હતું કે, “ટાટા મોટર્સ અમને મદદ કરી રહી છે, રતન ટાટા સાથે વાતચીત સુધી અમે પહેલું મોબાઇલ ફ્યુઅલ સ્ટેશન બનાંવવું અને તેમને પ્રતિસાદ મેળવવો, 2019 માં તેમની પાસેથી પ્રથમ ટોકન રોકાણ મેળવવું અને એપ્રિલ 2022 માં બીજું રોકાણ સુરક્ષિત કરવું. આ બધું આ ટીમ વિના ક્યારેય શક્ય બન્યું ન હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!