ચોમાસુ ચાલું થતા ની સાથે જ ગુજરાત ની આ ખાસ જગ્યા ની મુલાકાત લેવાનું ના ભુલતા ! મેપ મા પણ નહી મળે…જુઓ તસવીરો
આપણે જાણીએ છે કે, અનેક લોકો પોતાના પ્રિવેડિંગ માટે લોકેશન શોધતા હોય છે.હાલમ જ દિવાળી બાદ લગ્નનો માહોલ શરૂ થઈ જશે, ત્યારે ચાલો અમે આપને ગુજરાતમાં આવેલ એક એવા સ્થાન વિશે જણાવીએ કે, જ્યાં તમને પર્વત, મંદિર , તળાવ વગેરે એક જગ્યા મળી રહેશે. તમે વિચાર શો કે આ જગ્યા ક્યાં આવેલી છે, ત્યારે ચાલો અમે જ આપને જણાવીએ કે, આખરે આ સુંદર જગ્યા ક્યાં આવેલી છે.
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે પાવાગઢ આવેલું છે જેની હાલમાં જ કાયાપલટ થઈ છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે .એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીના શક્તિપીઠોમાં થાય છે .પાવાગઢની તળેટીમાં ચાંપાનેર અને તેનાથી ચારથી પાંચ કિલોમીટરના અંતરે માંચી ગામ આવેલું છે સર્પાકાર શેપ નો માર્ગ ચઢાણ કરીને માચી ગામ પહોંચાડે છે .માચી ખાતેથી ગઢ પર ચડવા માટે રોપવેની સુવિધા પણ આવેલી છે આશરે છ થી આઠ મિનિટના ટૂંકા ગાળામાં જ મંદિરના પગથિયાં સુધી પહોંચી શકો છો .
ચાંપાનેર થી માચી સુધી , જંગલના રસ્તે પહાડ પર ચઢાણ કરે છે, તેનો લાહવો પણ કંઈક અનેરો હોય છે .પાવાગઢ જતા પહેલા જ તમને વડા તળાવ ખૂબ આકર્ષક કરશે વડા તળાવ એક એવું તળાવ છે. અહીંયા તમે ફોટોગ્રાફી કરી શકો છો વડા તળાવથી પાવાગઢનો જે ડુંગર છે તેનો સરસ મજાનો નજારો જોઈને તમે મંત્ર મુક્ત થઈ જવાના છો. લોકો તો પોતાના લગ્નનો પ્રિ વેડિંગ સૂટ પણ વડા તળાવ ખાતે કરાવવા માટે દૂર દૂરથી આવતા હોય છે અને હા અહીં કોઈ પણ પ્રકારનું શૂટ કરાવવા માટે કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી.
સૌથી ખાસ વાત એ છે કે, આ સ્થાનમાં ગુજરાતી ફિલ્મો પણ છે જેનું શૂટિંગ પણ પાવાગઢ અને વડા તળાવ ખાતે કરવામાં આવેલ છે. પાવાગઢના પર્યટકો માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. વરસાદની સિઝનમાં તો જ્યારે આખું પાવાગઢ વાદળોથી ઢંકાઈ જાય છે તે સમયે વડા તળાવ ખાતે ઉભા રહીને પાવાગઢનો નજારો જોવો એટલે જાણે તમે સ્વર્ગમાં આવી ગયા હો. લોકો દૂર દૂરથી પાવાગઢ જાય ત્યારે વડા તળાવની મુલાકાત ખાસ લેતા હોય છે. આ ઉપરાંત સાત કમાન, જામા મસ્જિદ, વિરાસત વન તથા ઘણા બધા મસ્ત મજાના રિસોર્ટ પણ આવેલા છે. આમ પણ જ્યારથી નરેન્દ્ર મોદીજીએ પાવાગઢ મંદિરનાં શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું છે, ત્યારથી જ પાવાગઢનું સાનિધ્ય ગુજરાતનું અતિ પાવનકારી અને નયનરમ્ય સ્થાન બની ગયું છે. ગુજરાતનાં દરેક પવિત્ર તીર્થસ્થાનોમાં પાવાગઢ અતિ સુંદર સ્થાન છે. જો તમે પણ પ્રીવેડિંગ કરવા માંગો છો તો અવશ્ય પાવાગઢનું સ્થાન પસંદ કરજો.