એક સમયે ફુલ-હાર વેંચનાર વ્યક્તિ આજે ગોલ્ડનબાબા! અઢળક સોનુ પહેરતા બાબા…
દરેક વ્યક્તિને જીવનમાં કંઈક વસ્તુઓનો શોખ હોય છે જેની સાથે તેને વધુ લગાવ હોય! આમ પણ એ વ્યક્તિ એ વસ્તુઓથી ક્યારેક ઓળખાતો થઈ જાય છે. આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છે જેને લોકો ગોલ્ડન બાબા કહે છે. આ માત્ર નામથી જ ગોલ્ડન નથી પરંતુ ખરેખર તેઓ સોનાથી મઢેલ છે. ખાસ કરીને સ્ત્રીઓનું ધન એટલે સોનું! એવી જ રીતે આ બાબાનું સર્વસ્વ એટલે સોનુ. અનેક ગણું સોનુ ધારણ કરનાર ગોલ્ડન બાબા વિશે જાણીને તમે પણ ચોંકી જશો.
ચાલો ત્યારે જાણીએ કે કોણ છે આ ગોલ્ડન બાબા!
સુધીર મક્કરને વર્ષ 1972 થી જ સોનુ પહેરવાનો શોખ હતો. તેઓ કરોડો રૂપિયાનું સોનુ પોતાના શરીર પર પહેરતા હતા અને તેના કારણે જ તેઓ ચર્ચામાં રહેતા તેમજ તેમનું નામ ગોલ્ડન બાબા પણ આ જ કારણોસર પડ્યું હતું. ગોલ્ડન બાબા દર વર્ષે અનેક કિલો સોનુ પહેરી લકઝરી કારોમાં કાવડ યાત્રાએ પણ નીકળતા હતા.
ગુજરાતના નહિ પરંતુ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના મતઅનુસાર ગોલ્ડન બાબા વ્યવસાયે દરજી હતા અને ગાંધીનગર વિસ્તારમાં જ તેનો કપડાનો વેપાર હતા. પરંતુ કપડાનો એ વ્યવસાય બહુ ન જામતા તેઓ કામ છોડી હરિદ્વાર ચાલ્યા હતા અને ત્યાં હર કી પોડી ખરે ફૂલોના હાર અને કપડાં વેંચવાનું શરુ કર્યું. ત્યારબાદ થોડા દિવસોમાં એ કામ પણ છોડી દીધું અને પ્રોપર્ટી લે-વેચના ધંધામાં હાથ અજમાવ્યો ખૂબ પૈસા કમાઈને ગાંધીનગર આવીને પોતાનો ખૂદનો આશ્રમ બનાવીને બાબા બની ગયા આજે તેમની સુરક્ષા માટે 40 થઈ વધુ ગાર્ડ હોય છે.
દર યાત્રાએ તેઓ, તેમણે પહેરેલા ઝવેરતાના વજન અને કિંમતમાં વધારો કરતા રહે છે તેમની પાસે ૨૧ સોનાની ચેન, ૨૧ દેવીઓના સોના લોકેટ, હાથ પર પહેરવાના કડા, બાજુબંધ અને અન્ય ઘરેણાં, અને સોનાનું જેકેટ જે તેઓ ઘણીવાર એસ.યુ.વી. પર બેસીને નીકળે ત્યારે પહેરતા હતા અને આજે તેઓ આ દુનિયામાં નથી રહ્યા પરતું તેમની આ ઓળખ આજે પણ છે કે, તેઓ યાત્રા દરમિયાન સોનુ પહેરતા હતા જે સૌનું આકર્ષણનું કેન્દ્ર હતું.