India

ભારતની જનતા માટે આવી ખુશ ખબરી! હવે સ્માર્ટફોન, ફ્રિજ, ટીવીની કિંમતમાં થશે આટલો બધો ઘટાડો…

હાલમાં જ મધ્યમવર્ગીય પરિવાર માટે એક ખુશ ખબર સામે આવી છે, વાત જાણે એમ છે કે, તારીખ 1 જુલાઈથી દેશમાં ઘણી વસ્તુઓની કિંમતોમાં ઘટાડો કરેલ છે, જેથી હવે GST દરમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે આ કારણે હવે તમે પણ નવો સ્માર્ટફોન, ટીવી, ફ્રિજ અથવા કોઈપણ હોમ એપ્લાયન્સ ખરીદવા માંગો છો, તો તમને ફાયદો થશે.

સરકારે મધ્યમ વર્ગીય લોકોને રાહત આપતા સરકારે ટીવી, મોબાઈલ, એસી સહિત અનેક ઈલેક્ટ્રોનિક સામાન પર જીએસટી દરમાં ઘટાડો કર્યો છે. જેના કારણે હવે આ તમામ સામાન થોડા દિવસોમાં ખૂબ જ સસ્તા ભાવે બજારમાં ઉપલબ્ધ થશે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે મોબાઈલ ફોન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, મિક્સી તેમજ ઘણાં ઘરેલું ઉપકરણો પર જીએસટી ઘટાડ્યો છે. સરકારે પંખા, કુલર, ગીઝર પરનો GST દર 31 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. આ સાથે સરકારે મોબાઈલ ફોન, એલઈડી બલ્બ, સ્માર્ટ ટીવી, ફ્રીજ જેવા ઉપકરણો પરનો જીએસટી દર 31.3 ટકાથી ઘટાડીને 12 ટકા કર્યો છે.

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે 27 ઇંચ અથવા તેનાથી નાની સાઇઝનું ટીવી ખરીદવા માટે ઘણા ઓછા પૈસા ચૂકવવા પડશે. કારણ કે સરકાર પહેલા 27 ઈંચના ટીવી પર 31.3 ટકા જીએસટી લેતી હતી, જે હવે ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવી છે.

આવી સ્થિતિમાં, જો તમે તમારા ઘર માટે નવો સ્માર્ટફોન અથવા નવું ટીવી, ફ્રીજ અથવા અન્ય કોઈપણ ઘરેલું ઉપકરણો ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે યોગ્ય સમય છે. હવે તમારે આ બધી વસ્તુઓની ખરીદી પર ખૂબ જ ઓછા પૈસા ચૂકવવા પડશે અને લોકોને મોંઘા GST દરોમાંથી પણ રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!