આ દેશ નો અનોખો રીવાજ ! મૃત્યુ બાદ પણ દર વર્ષે કબર માથી મૃતદેહ કાઢી મૃત લોકો ના શોખ પુરા કરવામા આવે છે.
આપણે ગુજરાતીમાં કહેવત છે કે, બારે ગામ બોલી બદલાઈ એમ તેવી જ રીતે દેશ વિદેશમાંમાં તેમના રીતિ રિવાજો બદલાત હોય છે. આજે આપણે એ એવા દેશની વાત કરવાની છે, જ્યાં લોકો ક્યારેય મરતા જ નથી ! હા સાચુ સાંભળ્યું તમે. પહેલીવાર તો તમને વિશ્વાસ નહીં આવે કે આવું પણ બની શકશે.
આપણા હિન્દૂ ધર્મમાં રિવાજ છે કે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે રીતિ રિવાજ મુજબ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. હિન્દુમાં અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, જ્યારે કોઈક જ્ઞાતિમાં સમાધિ આપવામાં આવે જેમ મુસ્લિમમાં દફનાવવામાં આવે છે અને આ મુત વ્યક્તિની પુણ્યતિથી લોકો ઉજવે છે અને દાન દક્ષિણા જેવા કાર્યો કરીને લોકો પોતાના સ્વજનને શ્રદ્ધાજલિ આપે છે પરંતુ એક દેશ છે જ્યાં અનોખી શ્રધાંજલિ આપે છે.
આ વાત છે ઇન્ડોનેશિયાના તારાજા સમુદાય ની આ સમુદાય લોકો દર વર્ષે ઓગસ્ટ મહીના મા આ ખાસ તહેવાર ઉજવે છે અને પોતા ના સગા સંબંધી ઓ ના મૃતદેહો અને હાડ પિંજર ને બહાર કાઢે છે આટલુ જ નહી. તેવો મૃત લોકો ના શોક હોય તે પણ પુરો કરે છે. તેવો મૃતદેહ ને નવા કપડા અના શુઝ પહેરાવે છે આ ઉપરાંત તેવો સિગરેટ પણ પીવડાવે છે.
આ સમુદાય નુ માનવુ છે કે આમ કરવાથી જીવન અને મૃત્યુ વચ્ચે નો સંબંધ ટકી રહેશે અને પોતાના લોકો યાદ પણ રહેશે. આ પરંપરા અનેક વર્ષો અંક ચાલી આવે છે. ઓગસ્ટ મહીના મા આમ કર્યા બાદ તેવો ફરી મૃતદેહ ને સાચવી ને કબર મા મુકી દે છે