કિર્તીદાન ગઢવીએ બાગેશ્વર બાબા ના ધામ મા ધુમ મચાવી દીધી ! “હમ તો બાગેશ્વર આએ ઓ બાલાજી…..જુઓ વિડીઓ
કિર્તીદાન ગઢવી અને બાગેશ્વર ગામના(Bageshwerdham) ધીરેન્દ્ર શાસ્ત્રીને ખૂબ જ અતૂટ સબંધ છે આપણે ગુજરાતમાં યોજાયેલ દિવ્ય દરબારમાં તેમની નિકટતાને આપણે સૌ કોઈ જોઈ છે. જ્યારે સુરતમાં (Surat city)દિવ્ય દરબાર યોજાયેલ હતો ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેરમાં કહ્યું હતું કે ” કિર્તીદાન ગઢવી તુમ બાગેશ્વર ધામ મેં જરૂર આના.” ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આમંત્રણને માન આપીને હાલમાં ગુરુપૂર્ણિમાના શુભ દિવસે કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ પહોંચ્યા હતા.
હાલમાં જ કિર્તીદાન ગઢવી (Kirtidangahdvi) કમા સાથે દુબઈમાં આયોજિત લોક ડાયરો માયા હાજરી આપી હતી ત્યારબાદ તેમણે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે મધ્યપ્રદેશમાં વિરેન્દ્ર શાસ્ત્રીના આયોજિત દિવ્ય દરબારમાં હાજરી આપીને ભજનની રમઝટ બોલાવી દીધી હતી અને ખાસ તો તેમણે પોતાના અંદાજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને (Dhirendrshashtri) પસંદ કરવા માટે એક ખૂબ જ સુંદર મજાનું ભજન ગાયું હતું.
આ ભજન હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ગયું છે, આ સાંભળીને તમે પણ ખુશ થઈ જશો.કિર્તીદાન ગઢવીએ હિન્દી ભાષામાં ” હમ તો બાગેશ્વર ધામ આયે ઓ બાલાજી… હમ તો બાગેશ્વર ધામ આઈ ઓ બાલાજી (Balaji) ” ભજન ગાયું હતું. આ સાંભળીને સૌ કોઈ લોકોએ પણ કીર્તિદાન ગઢવીની સાથો સાથ આ ભજનથી સ્ટેજને બાલાજીના જયઘોષ સાથે ગુજવ્યું હતું.
વાયરલ થયેલ રિલ્સમાં (Viralreels) તમે જોઈ શકશો કે ધીરેન્દ્ર શાસ્ત્રીજીના સાનિધ્યમાં કિર્તીદાન ગઢવીએ બાલાજીના ગુણગાન ગાયેલા અને તેમના પર રૂપિયાનો વરસાદ પણ કરવામાં આવ્યો છે. ખરેખર આ વીડિયો જોઈને એ તો સાબિત થઈ જાય છે કે કીર્તિદાન ગઢવીની બોલબાલા માત્ર ગુજરાત પૂરતી જ સીમિત નથી.