India

સોનું ખરીદતા પહેલા આ 5 વસ્તુઓ નુ ખાસ ધ્યાન રાખો નકર પછતાવાનો વારો આવશે ???? જાણો કઈ કઈ

આપ સૌ કોઈ જાણતા જ હશો કે સોના ચાંદીના ભાવોમાં રોજ્બરોજમાં વધારે ઘટાડો થતો જ રહે છે, ક્યારેક સોનાનો-ચાંદીના ભાવ બજાર ખુલતા વધી જાય છે તો અમુક ઘટી પણ જતો હોય છે,એવામાં સોનુ-ચાંદી ખરીદવાની ઈચ્છા ધરાવનાર લોકો આ ઘરેણાંના રેટ જાણવા અનેક એવી જગ્યાએ થી માહિતી લેતા હોય છે પણ શું તમે ક્યારેય એ માહિતી પ્રાપ્ત કરી છે કે સોનુ કેવું ખરીદવું જોઈએ? તેમાં કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ના,ઘણા ઓછા લોકો હોય છે જે આ વાતનો ખ્યાલ રાખતા હોય છે,આજના આ લેખના માધ્યમથી અમે તમને આ અંગેની જ ખાસ માહિતી આપવાના છીએ.

મિત્રો જયારે પણ તમે સોનુ ખરીદવા માટે જાવ ત્યારે મુખ્યત્વે તમારે નીચેની આ પાંચ બાબતનો ખાસ ખ્યાલ રાખવો પડે છે કારણ કે હાલના સમયમાં અનેક વસ્તુઓ ડુપ્લીકેટ બને છે આથી તમારી સાથે સ્કેમ થઈને તમારે નુકશાન પણ જેલવું પડી શકે છે આથી જ આ નીચેની પાંચ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

1.હોલમાર્ક હોય તોજ સોનુ ખરીદવું :

તમે જયારે પણ સોનામાં નિવેશ કરવા ઈચ્છાઓ ધરાવો તો સૌ પ્રથમ આ અંગેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે હોલમાર્ક વાળું જ સોનુ ખરીદો કારણ કે આ નિશાન બૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ(BIS) દ્વારા લગાવામાં આવે છે જે સોનાની શુદ્ધતા વિશેની માહિતી પુરી પડે છે, એટલું જ નહીં આ સોનામાં સાથો સાથ પ્યુરીટી કોડ,ટેસ્ટિંગ સેન્ટર પાર્ક,જવેલરી માર્ક અને માર્કિંગની તારીખ પણ જરૂર જુઓ.

2.વિશ્વાસપાત્ર જવેલર્સ માંથી જ સોનુ ખરીદવું :

જયારે પણ તમે સોનુ ખરીદવા જાવ ત્યારે તમારે કોઈ વિશ્વાસપાત્ર જવેલરી શોપ માંથી જ સોનુ ખરીદવું જોઈએ જે સરકારના નિયમોનું પાલન કરી ટેક્સ તથા તમામ કાયદા કાનૂનો પાલન કરતા હોઈ. આવું કરવાથી તમારી સાથે સ્કેમ નહીં થાય અને કોઈ ભૂલ થવાથી બ્રાન્ડ વેલ્યુમાં પણ ઘટાડો થવાની ચિંતા રહેશે નહીં.

3.કિંમતનું ક્રોસ ચેકીંગ :

હાલતો અનેક એવી વેબસાઈટ તથા સોર્સ છે જેના દ્વારા આપણે સોના-ચાંદીના બજાર ભાવ વિશે ચેકીંગ કરી શકીએ છીએ,એવામાં સોનુ ખરીદતા પેહલા વજન તથા ગુણવતાને આધાર રાખીને કિંમતનું ક્રોસ ચેકીંગ કરી લેવું,આવું ચેકીંગ કરવા માટે ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન નામની વેબસાઈટનો પણ ઉપયોગ કરી શકો છો,તમને જણાવી દઈએ કે દરેક સોનુ તેના ગુણવત્તાને અનુરૂપ પોતાની અલગ કિંમત ધરાવે છે.

4.રીસેલિંગ તથા બાયબેક પોલિસીની જાણકારી :

ઘણા લોકો કોઈપણ પ્રકારે સોના-ચાંદીની ખરીદી કરી લે છે પણ સબંધિત જવેલરી સાથે બાયબેક તથા રીસેલિંગ પોલીસ અંગે કોઈ પ્રકારે માહિતી મેળવતા હોતા નથી, એવામાં આ અંગે જો વાત કરવામાં આવે તો આ માહિતીથી આપણે સોનુ ખરીદતા સમયે જ ત્યાંના કર્મચારી પાસેથી માહિતી મેળવી લેવી જોઈએ કારણ કે તે કર્મચારી જ રિસેલ પોલિસી અંગેની મહત્વની જાણકાર તમને પુરી પાડી શકશે.

5.કેશમાં પેયમેન્ટના કરવું :

સોનુ ખરીદવા જતા લોકો સૌથી મોટી ભૂલ આ જ કરે છે કે તેઓ કેશમાં પેયમેન્ટ કરી આપે છે. તમે જયારે પણ સોનાની ખરીદી કરો ત્યારૅ તમારે ઓનલાઇન પેયમેન્ટ જેવા કે ભીમ UPI,ડીજીટીલ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા સોનાની ખરીદીની ચુકવણી કરવી જોઈએ, એટલું જ નહીં સોનાની ખરીદી કર્યા બાદ બિલ તો અચૂક રીતે લેવું જોઈએ કારણ કે ભવિષ્યમાં જો કોઈ સ્કેમ અથવા તો ચિટ થાય તો ત્યારે સાબૂત તરીકે આ બિલ કામમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!