ઘરમાં ક્યાં પ્લાન્ટ રાખવા જોઇએ જેથી તમારું ભાગ્ય ખુલી જશે.
આપણે ત્યાં દરેક વસ્તુઓ પાછળ જો હિન્દૂ રીતિ રિવાજ અને પૌરાણિક કથા જોડાયેલ હોય તો તે દરેક વસ્તુઓ પવિત્ર થઈ જાય છે અને એવી અનેક વસ્તુઓ હોય છે કે જેને પાસે રાખવાથી આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. આજે આપણે જાણીશું કે કંઈ રીતે તમે ઘરમાં આ વસ્તુઓ રાખવાથી ખૂબ જ સુખી રહેશો.
આપણે ત્યાં વાસ્તુશાસ્ત્રને પહેલા મહત્વના આવે છે અને તે મુજબ જ આપણું ઘર બને છે અને ઘર તેની સજાવટ સુધી દરેક બાબતનો નાનામાં નાનો ખ્યાલ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં મકાનના બાંધકામ અને સજાવટને લઈને તો સમજણ આપવામાં આવી છે. સાથે સાથે ઘરમાં લગાવવામાં આવતા છોડ એટલે કે પ્લાનટ્સ બાબતે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આજે અમે આપને જણાવીશું કે, ક્યાં પ્રકારનાં વનસ્પતિઓ ઘરમાં રાખવા જોઈએ જે ફાયદાકારક રહે છે. આ વનસ્પતિ તમને સારા વાતાવરણ સાથે સાથે સકારાત્મકતાથી પણ ભરી દે. એવી અનેક વનસ્પતિઓ છે જે વ્યક્તિના દુઃખ દર્દ લઈ અને વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ આપી શકે છે. પરંતુ ઘરમાં બાલ્કનીમાં કે ઓફિસમાં ક્યાંય પણ પ્લાન્ટ લગાવતા પહેલા તે જોવું યોગ્ય રહેશે કે તે પ્લાન્ટ તમારી રાશિ અનુસાર છે કે નહીં.
આપણે સૌ કોઇ જાણીએ છે કે, કેટલાક લોકોને કેક્ટસ ખૂબ જ પસંદ હોય છે પરંતુ ઘરમાં કે ઓફિસમાં કેક્ટસ લગાવવાથી વાદવિવાદને આમંત્રણ આપી શકાય છે. તેમજ આ સાથે સાથે ઘરમાં ક્યારેય દૂધવાળા છોડ વાવવા જોઇએ નહીં. હંમેશા ઘરના ઉત્તર પૂર્વ દિશામાં જ વૃક્ષ રાખવા જોઈએ અને સુગંધીદાર છોડવા ઘરમાં વાવવા જોઇએ. તુલસીના એકથી વધારે કુંડા પણ ઘરમાં રાખી શકાય છે પરંતુ તે પૂર્વ દિશામાં રહે અત્યંત જરૂરી છે. આકર્ષક કરતા સુગંધીદાર ફૂલો ના છોડ ઘરમાં વાવવાથી સુગંધ તો મળે જ છે સાથે સાથે સકારાત્મકતા પણ ભરપૂર મળે છે. આવી નાની બાબતનું ધ્યાન રાખવા થી જીવનમાં સમસ્યાઓ નથી થતી.