કેન્યાના અફક્રીન યુવાને ગાયું ” દ્વારિકનો નાથ મારો રાજા રણછોડ ” ભજન! ભજન સાંભળી તમારું દિલ ખુશ થઈ જશે, જુઓ વિડીયો
આખા વિશ્વમાં માત્ર અને માત્ર ગુજરાતીઓની જ બોલબાલા છે આ જગતમાં તમે ગમે ત્યાં ફરી આવો તમને ગુજરાતીઓ તો મળશે. દરેક ગુજરાતીઓ વિદેશમાં પૈસા કમાવા માટે તેમાં જીવવાનો પોતાના માટે અને અભ્યાસ માટે જતા હોય છે, જ્યાં ત્યાંના યુવાનોની સાથે પણ એવી રીતે મિત્રતા કેળવી લઈ છે જાણે તેઓ ગુજરાતના જ છે અને તેઓને પણ ગુજરાતી પરંપરા ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી ભાષા બોલતા શીખડાવી દે છે.
હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેન્યાનો છોકરો જેને આપણે ભાષા બોલતા પણ ના આવડે એક છોકરો એવી ભાષામાં રણછોડરાયના ઘરે છે કે તમે સાંભળીને આશ્ચર્ય પામી જશો. આ રિલ્સમાં તમે જોઈ શકશો કે કેન્યાનો છોકરો દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે ભજન ગાય રહ્યો છે, આ ભજન ગાઇને તમને એવું નહીં લાગે કે આફ્રિકાનો છોકરો ગુજરાતીમાં ભજન કરી રહ્યો છે.
આ ભજન એવી રીતે ગાય રહ્યો છે જાણે એક ગુજરાતી જ ભગવાનની ભક્તિ કરી રહ્યો હોય અને ખરેખર ભાષાની પણ ભાવના જરૂરી છે આ યુવાનમાં જે ભજન ગાવાની ભાવના છે તે તેના હાવ ભાવથી આપણે જોઈ શકીએ છીએ કે તે પણ કેટલો ખુશ થઈ ગયો જ્યારે તેને આ ભજન ગાય લીધું.તમે જોઈ શકો છો કે આ યુવાની પાછળ અન્ય ગુજરાતી વ્યક્તિઓ છે.
જે તેઓ ઢોલ અને મંજીરા પર સાથે વગાડી રહ્યા છે અને આ યુવાનને પ્રોત્સાહન કરી રહ્યા છે ભજન ગાવા માટે અને આફ્રિકાના યુવાન રણછોડરાયનું ભજન એટલું સરસ રીતે ગાઈ રહ્યો છે કે આપને પણ દિવ્યતાની અનુભૂતિ થાય અને ખરેખર એક વાત તો સમજાઈ ગઈ કે ભાષાના કોઈ સીમાડા નથી હોતા જો તમે દિલથી અને લાગણીથી કોઈપણ ભાષા પ્રત્યે પ્રેમ રાખો તો તમે કોઈપણ ભાષા શીખી શકો છો.