નાની એવી ઢીંગલીએ કાલા ઘેલી ભાષામાં ચકો-ચકીની વાર્તા કહી! વાર્તા સાંભળી તમારું બાળપણ યાદ આવી જશે!,જુઓ વિડીયો…
બાળકોના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે હાલમાં ફરી એકવાર એક નાની બાળકીનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયો શાળાનો છે અને આ વીડિયોમાં તમે જોઈ શકશો કે નાની એવી ઢીંગલી શાળામાં ચકો અને ચકીની વાર્તા કરી છે કાલે ઘેલી ભાષામાં આ બાળકીના મોઢેથી તમે વાર્તા સાંભળશો ત્યારે તમને તમારું બાળપણ ફરી યાદ આવી જશે આપણે જાણીએ છીએ કે બાળપણમાં ચકો અને ચકી ની વાર્તા ખૂબ જ લોકપ્રિય હતી.
આ ચકો અને ચકી ની વાર્તા સાંભળીને જ આપણે મોટા થયા છીએ આજે ભલે આપણા બાળકોને આપણે ચકો ચકી ની વાર્તા નથી સંભળાતા કારણકે હવે તો છોટાભીમ મોટુ પતલુ અને ડોરીમોન જેવા કાર્ટુનો આવી ગયા છે.બાળકોને વાર્તા સંભળાવવાનો કોઈ માતા-પિતા પાસે સમય પણ નથી અને આ જ કારણે વાર્તાનું અસ્તિત્વ હવે ગાયબ થઈ ગયો છે પરંતુ આજે પણ ગામડાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને દર શનિવારે બાલ સભા કરવામાં આવે છે.
આ બાલ સભામાં વાર્તા, જોડકણાં કરવામાં આવે છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે નાની એવી ઢીંગલી પોતાની કાલી ઘેલી ભાષામાં ચકો અને ચકી ની વાર્તા કરે છે આ ચકો અને ચીકી ની વાર્તા સાંભળીને દરેક લોકોને પોતાના શાળાના દિવસો યાદ આવી ગયા છે જ્યારે તેઓ આવી જ રીતે વાર્તા સંભળાવતા.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ જણાવી છે અને દરેક લોકોએ આ બાળકીના વખાણ પણ કરી રહ્યા છે કારણ કે આ બાળકી એ જે રીતે વાર્તા સંભળાવી રહી છે એ સાંભળીને આપને વારંવાર આ વાર્તા સાંભળવાનું મન થાય અને તમે પણ જાણો છો કે ચકો અને ચકી ની વાર્તા તો એટલી સરસ છે કે દરેક બાળકોને આ મોઢે યાદ રહી જાતિ અને આ વાર્તા નો સારાંશ એટલો જ હતો કે ક્યારેય પણ ચોરી ના કરવી જોઈએ ચોરી કરનાર હંમેશા ચોર પકડાઈ જ જાય છે અને પાપનો ઘડો જ્યારે છલકાઈ જાય છે ત્યારે તેનું પરિણામ પણ ખૂબ જ ખરાબ મળે છે.