અમનાથમાં ગુજરાતના શિવભક્તને મળ્યું ભયંકર, મૃતદેહને વતન લાવતા ગામ આખું હિબકે ચડ્યું, જાણો પુરી ઘટના…
હાલમાં અમરનાથની યાત્રા શરૂ થઈ છે, ત્યારે અનેક યાત્રાળુઓ શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા જાય છે પરંતુ કોઈકારણોસર મોતને ભેટતા હોય છે. હાલમાં જ એક ગુજરાતીનું અમરનાથની યાત્રામાં નિધન થતા તેમના મૃતદેહને વતન લઈ આવતા ગામ આખું હિબકે ચડ્યું હતું. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું કે, વડોદરાના 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મૃત્યુ થયું હતું. આજ રોજ સવારે મૃતદેહ વડોદરાના વેમાલી ગામમાં લાવવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં સ્વયંભૂ આખું ગામ જોડાયું હતું. પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો આ બનાવના પગલે.
તેમના મુત્યુનું કારણ આપને જણાવીએ તો મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, ઓક્સિજ ઓછું થતા પંચતરણીમાં તેમની તબિયત લથડી હતી, આ કારણે તેઓ ઘોડા પરથી નીચે પટકાયા હતા. આ કારણે તેમને તાત્કાલિક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
મૃતક વ્યક્તિ એ અત્યાર સુધીમાં 6 વખત અમરનાથ યાત્રા પૂરી પરંતુ આ વખતે તેમને મોતને વ્હાલું કર્યું. તેમના મૃતદેહને લાવવા માટે સરકાર અને સાઈન બોર્ડે ખૂબ જ મદદ કરી હતી, મૃતક વ્યક્તિના પરિવારમાં તેમની પત્ની બે દીકરી અને દીકરો છે, ઘરના મોભીનું નિધન થતા પરિવારજનો આધાર છીનવાઈ ગયો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.