Gujarat

વડોદરાનો રડાવી દે તેવો કિસ્સો! સગી જનેતા એ બે જુવાનજોધ દીકરીને મોતને ઘાટ ઉતારી, પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ.. આ હતું કારણ

હાલમાં જ વડોદરા શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. સગી જનેતાએ પોતાની જુવાનજોધ દીકરીઓને ઝેર પીવડાવી અને એનું ગડું દબાવીને મોત આપ્યું અને ત્યારબાદ પોતાની જાત સાથે પણ એવું કર્યું કે સમગ્ર ઘટના જાણીને તમારા પણ હોશ ઉડી જશે. આ બનાવ ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે. વોચ ગુજરાતમાં અહેવાલ પ્રમાણે જાણીએ કે આખરે આ બનાવ પાછળ સત્ય શું છે?

વડોદરા શહેરના કારેલીબાગ આવેલ અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં  દક્ષાબેન ચૌહાણે પોતાની બે દીકરી સાથે રહેતા હતાં. આજ રોજ તેમને  પોતાની બંને બદીકરીને ઝેરી દવા પીવડાવી અને તેમનું ગળું દબાવીને હત્યા કરી નાંખી અને પોતે ગળો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સનસનાટી મચી ગઈ છે.

હાલમાં દક્ષાબહેન સારવાર હેઠળ છે, જ્યારે આ બનાવ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યાં પોલીસને સ્થળેથી સુસાઇડ નોટ મળી આવી છે. આ ઘટના પાછળ આર્થિક ભીંસ સામે આવી છે. ખરેખર આ બનાવ ખૂબ જ દુઃખદ છે અને રહસ્યમય  છે. ખરેખર સત્ય શું છે એ તો તપાસ બાદ સામે આવશે.

મૃતક અંગે માહિતી જાણીએ તો મોટી દીકરી હની ટી.વાય. બીકોમમાં અભ્યાસ કરતી હતી, જ્યારે નાની દીકરી શાલિની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. દક્ષાબેનના 15 વર્ષ પહેલાં ડિવોર્સ થઈ ગયા હતા. વિરમગામમાં સાસરું હતું થોડા સમય સુધી તો દક્ષાબેનના પિતા ભેગી જ રહેતા હતા અને હાલમાં જ ભાડા વલણ મકાનમાં રહેવા આવ્યા અને આવો દુઃખ બનાવ બન્યો. હાલમાં આ ઘટના અંગે પોલીસ યોગ્ય તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!