Gujarat

અમરનાથની યાત્રા બની અંતિમ યાત્રા ! ભાવનગરની મહિલાનું અમરનાથ યાત્રામાં દુઃખદ નિધન, બાબાના દર્શન કરીને પરત ફરતા હતા ત્યાં જ..

જો તમે સમાચાર પત્રો તેમ જ સમાચાર ટીવીમાં જોતા જ હશો તો તમને ખબર હશે કે વર્તમાન સમયની અંદર આખા ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના લીધે અનેક નદીઓ ગાંડીતુર બની છે જેથી ઉત્તરના અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ આવી ચુકી છે એવામાં જો આ આફ્તે સૌથી વધારે વિનાશ હિમાચલ(himachal pradesh flood) પ્રદેશની અંદર વિખેર્યો છે, હિમાચલ પ્રદેશના અનેક એવા સ્થળોને પુરે તહેસ નહેસ કરી નાખ્યા છે, હાલ તમામના મોઢા પર ફક્ત હિમાચલ પ્રદેશના લોકો માટે પ્રાર્થના જ છે.(gujarat)

એવામાં અમરનાથ યાત્રાને લઈને પણ ખુબ મોટા સમાચારો સામે આવી રહ્યા છે જેમાં હજી હમણાં જ એક ગુજરાતીનું મૃત્યુની(amarnath ma gujarati nu maut) ખબર સામે આવી હતી એવામાં ફરી એક વખત આવી જ ઘટના પુનરાવર્તિત થઇ છે. તમને જણાવી દઈએ કે ભાવનગરથી(bhavnagar) અમરનાથની યાત્રામાં ગયેલ મહિલા જયારે અમરનાથ ગુફાના દર્શન કરીને પરત ફરી રહી હતી ત્યારે તેને હ્નદયરોગનો હુમલો(heart attack) આવ્યો હતો અને ગણતરીના સમયની અંદરો અંદર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ત્યાં રહેલા શ્રદ્ધાળુઓ તથા તેઓના સાથીદારોમાં શોક પ્રસરી ગયો હતો.

મૃતક વિશે જાણવા મળ્યું છે કે તેઓનું નામ શિલ્પાબેન નરેશભાઈ ડાંખરા(ઉ.વ.44) હતું જે ભાવનગર(bhavnagar city)શહેરના સીદસર રોડ પર રહેતા હતા એવામાં તેઓ 11 દિવસ પેહલા પોતાના સગા સબંધીઓ સાથે ભાવનગરથી ખાનગી બસના માધ્યમથી આમરનાથની યાત્રાએ(amarnath yatra 2023) ગયા હતા, મૃતક શીલપાબેન તેમના પરિવારમાંથી એક જ હતા જે અમરનાથની યાત્રાએ ગયા હતા.હજુ બે દિવસ પેહલા જ મોસમ ખરાબ હોવાને લીધે યાત્રાને રોકી દેવામાં આવી હતી જે બાદ વાતાવરણ સારું થતા ફરી યાત્રા શરૂ કરવામાં આવી હતી.

11 જુલાઈના રોજ જયારે શિલ્પાબેન જયારે રાત્રીના 8 વાગ્યા આજુબાજુ ભગવાન અરનાથના(amarnath baba0 દર્શન કરીને પરત નીચે ઉતરી રહયા હતા ત્યારે તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી કારણ કે હવા પાતળી હતી એવામાં તેઓને હાર્ટ અટેક આવતા સારવાર પેહલા જ તેઓ મૌતને આંબી ગયા હતા.આવી ઘટના સામે આવતા સૌ કોઈ પરિવારજનોમાં તો શોકનું મોજું ફરી વળ્યું હતું પણ સાથો સાથ અનેક શ્રદ્ધાળુમાં પણ દુઃખ વ્યાપી ગયું હતું, શિલ્પાબેનના મૃતદેહને પ્લેનના મારફતે લાવવામાં આવશે.(gujarati mahilanu mrutyu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!