અમરનાથની યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતીનું મૌત ! એક દીકરી અને દીકરાએ પિતાનો સાયો ગુમાવ્યો,શું બની પુરી ઘટના ? જાણો
ઉત્તર ભારતની અંદર એક બાજુ હિમાચલ પ્રદેશ તથા દિલ્હી જેવા રાજ્યમાં પૂરની સ્થિતિ થઇ ચુકી છે એવામાં બીજી બાજુ અમરનાથની યાત્રા ચાલી રહી છે, અમરનાથની આ યાત્રા માંથી અનેક એવી મૃત્યુની દુઃખદ ઘટનાઓ પણ સામે આવી રહી છે જેમાં કોઈ ભક્ત પોતાની બીમારીના લીધે તો કોઈ હાર્ટઅટેકને લીધે મૌતને ભેટતા હોય છે,હજી થોડા દિવસ પેહલા જ ઘટના સામે આવી હતી જેમાં ભાવનગરની મહિલાને ભગવાનના ધામમાં જ મૌતને ભેટવું પડ્યું હતું,એવામાં ફરી એક વખત આવી જ ઘટના હાલ સામે આવી છે જેમાં વડોદરાના યુવકને અમરનાથ યાત્રામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
મૃતક યુવકનું નામ ગણેશ કદમ(ઉ.વ.32) જે વડોદરા શહેરના પીતાંબર પોળનો રહેવાસી હતો, અમરનાથની યાત્રા પર ગયેલ ગણેશ કદમ પહેલગામની અંદર નિધન થયું હતું, આ ઘટનાની જાણ થતાની સાથે જ વડોદરામાં રહેલા તમામ પરિવારજનોની અંદર શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે અનેક એવા સગા સબંધીઓ આ વાત સાંભળતાની સાથો સાથ જ દુઃખમાં ગરકાવ થઇ ગયા હતા. ગણેશ કદમ વિશે જો વાત કરવામાં આવે તો તેઓ પીતાંબર પોળની અંદર એલ્યુમિનિયમ સેક્શનમાં કાર્યરત હતા અને ગૌરક્ષક સમિતિમાં પણ કામ કરતા હતા.
એવામાં તેઓ અમરનાથની યાત્રા પર જતા પહેલગામ એકાએક તેઓને ઉલ્ટી થવા લાગી હતી જે બાદ તેઓને તરત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા જ્યા તેઓને બે હાર્ટ અટેક આવ્યા અને બાદમાં ત્રીજો હાર્ટ અટેક આવતા ગણેશ કદમનું સીધું મૃત્યુ નીપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા પરિવારજનોમાં તો શોકનું મોજું ફરી જ વળ્યું હતું પરંતુ એક દીકરો અને એક દીકરી પિતા વિહોણા બન્યા હતા. ગણેશ કદમના મૃતદેહને શ્રીનગરથી હવાઈ જહાજના મારફતે વડોદરા લાવવામાં આવશે અને તેમની અંતિમ ક્રિયાઓ કરવામાં આવશે.
ગણેશ કદમના મૃત્યુની ખબરથી પરિવારજનોમાં તો દુઃખ પ્રસરી જ ગયું હતું પરંતુ સાથો સાથ તેમના મિત્રો તેમ જ તેઓ જે સમિતિમાં કાર્યરત હતા તેમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના અંગે સ્થાનિક કોર્પોરેટર સચિન પાટડીયાએ પણ જણાવ્યું હતું કે તેઓએ એક સારા કાર્યકર્તાને ગુમાવી દીધા છે આથી જ ગૌરક્ષા સમિતિની અંદર પણ દુઃખનું મોજું ફરી વળ્યું, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ સેવા હોઈ તેઓ તમામ કાર્યોમાં આગળ રહેતા અને તમામ સેવાકીય પ્રવૃત્તિમાં ખુબ ભાવના પૂર્વક ભાગ લેતા.