Gujarat

અમદાવાદ: એક સાથે 9 લોકોની જિંદગી છીનવી લીધી તથ્ય પટેલે !! CM એ દુઃખ વ્યક્ત કરીને કરી આટલી સહાયની જાહેરાત, કોણ છે આરોપી? જાણો…

અમદાવાદમાં ગઈ કાલના રોજ બનેલી ઘટનાએ આખા રાજ્યની અંદર ખોફ ભરી દીધો છે એટલું જ નહીં આ ઘટનાના પડઘા આપણા રાજ્યના મુખ્યમંત્રી સુધી પડી ચુક્યા છે, તમને જણાવી દઈએ કે ગઈ કાલે રાત્રે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર ડમ્પર તથા થારનું અકસ્માત થયું હતું જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા એવામાં લખઝરિયસ કાર ચાલકે 160 ની પૂરપાટ ઝડપે આવીને અકસ્માત જોતા આ લોકોને પોતાની ઝપેટમાં લીધા હતા જેમાં અનેક લોકોના મૃત્યુ તો અનેક લોકોને ગંભીર ઇજા થવા પામી હતી, અકસ્માતની ભયાનકતા એટલી બધી હતી કે એક જ સાથે આ ઘટનામાં 9 લોકોના કરુણ મૌત નીપજ્યા હતા.

જયારે 10 જેટલાં લોકોને ગંભીર ઇજા થવા પામી હતી, આ ઘટનાના આરોપી વિશે પણ માહિતી સામે આવી ગઈ છે. ઘટનાના ના આરોપીની ઓળખ થતા જાણવા મળ્યું છે કે જેગોઆર કાર ચાલક તથ્ય પટેલ હતો જે પૂરપાટ ઝડપે આવીને અનેક લોકોને મૌતને ઘાટ ઉતારી દીધા હતા, હાલ આરોપી પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા તેને સિમ્સ હોસ્પીટલમાં ખસેડી દેવામાં આવ્યો છે જયારે અકસ્માતમાં ઘાયલ થયેલા અનેક લોકોને પણ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા.આરોપી તથ્ય પટેલ વિશે જાણવા મળ્યું છે કે તે કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે, પ્રજ્ઞેશ પટેલ આ અગાઉ વર્ષ 2020 માં રાજકોટ ગેંગરેપના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.

CM એ કરી સહાયની જાહેરાત :

આ ઘટનાની નોંધ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં એવી હતી. મુખ્યમંત્રી શ્રીએ સહાયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોને રૂ.4 લાખની સહાય કરવામાં આવશે જયારે ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

હાલ આ ઘટનાને પગલે પોલીસે આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે, એવામાં આરોપો તથ્ય પટેલ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલો હોવાને લીધે તેની સારવાર થઇ ગયા બાદ જ તેની ધરપકડ કરી લેવામાં આવશે. આ ઘટનાને પગલે હવે તથ્ય પટેલના પરિવારજનો ગાયબ છે એટલું જ નહીં તેમના ઘરે પણ તાળા લટકતા જોવા મળ્યા હતા.આ ઘટના બનતા ઘટનાસ્થળ પર જ લોકોએ આરોપીને માર માર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!