અમદાવાદમાં 9 લોકોના જીવન કચડનારને ઘટના સ્થળ પર લાવીને ઉઠક બેઠક કરવામાં આવી !! જુઓ આ વિડીયો
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી ઘટના વિશે તો તમે જાણતા જ હશો. એક યુવકની ભૂલના લીધા 9 પરિવારોએ પોતાના સંતાનો તો કોઈએ પોતાના સ્વજનો ગુમાવી દીધા હતા, એવામાં ચારે તરફ આ ઘટનાને પગલે ઘટનાના આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, આ ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પણ દુઃખ વ્યક્ત કરીને મૃતકના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે મૃત પામનાર લોકોના પરિવારને 4 લાખ રૂપિયા મળશે જયારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
આવી સહાયની જાહેરાત કરતા અનેક વાલીઓ હિબકે ચડ્યા હતા કારણ કે ગમે તેટલી સહાય આપવામાં આવે પણ કોઈ વ્યક્તિનો જીવ આ બધી કિંમત કરતા ખુબ ઉંચો છે, એવામાં એક મૃતકના પિતાએ તો પૈસા લેવાનો પણ ઇન્કાર કરતા કહ્યું હતું કે રૂપિયાનું અમે શું કરશું. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ હવે એક્શન મોડમાં છે હાલ ઘટનાના આરોપી તથ્ય પટેલ તથા તેમના પિતા તેમ જ તથ્ય સાથે કારમાં બેઠેલા મિત્રો જેમાં ત્રણ યુવતીઓ તથા બે યુવક શામેલ હતા તેઓ તમામની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે.
એવામાં હાલના સમયમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે જેમાં તથ્ય પટેલ તથા તેના પિતા પ્રજ્ઞેશ પટેલને ઘટના સ્થળ પર લઇ જવામાં આવ્યા હતા જ્યા અમદાવાદ પોલીસ FSL ની ટિમ સાથે મળીને આ બાપ-દીકરાણે ઘટના સ્થળ પર જ ઉઠક બેઠક કરાવી હતી અને માફી મંગાવી હતી. તથ્ય તથા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને પોલીદે આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું, એવામાં આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તથ્ય પટેલના ચેહરાના એક્સપ્રેશન પરથી લાગી નોતું રહ્યું કે તેને આ ઘટનાનો કોઈ અફસોસ હોય.
હાલ આ ઘટનાને પગલે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી હાલ ખાતરી આપવામાં એવી રહી છે, એટલું જ નહીં આ ઘટનાને લઈને અનેક એવી તપાસ પણ કરવામાં એવી રહી છે કે કાર ચલાવતી વખતે શું તથ્ય પટેલ નશામાં હતો, આ અંગેની જાણકારી પ્રાપ્ત કરવા માટે હાલ તથ્ય પટેલનો બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની હકીકત જાણવા મળશે. ઘટનામાં જાણવા મળ્યું છે કે તથ્ય પટેલ આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા સાથે કેફેમાં મળ્યો હતી જે બાદ તેઓ રાજપથ ક્લબ જવા માટે નીકળ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
View this post on Instagram