સુરત નજીક નુ આ ગામ ઓળખાય છે ગુજરાત ના પેરિસ તરીકે ! સુવીધા જાણી શહેર ભુલી જશો…જાણો ક્યા આવેલું છે
ગુજરાત વિકાસમાં હરણફાળ દોડ મૂકી રહ્યું છે, ત્યારે અહીંયાનાં અનેક શહેરો અને ગામો પણ એવા છે કે જેની ઓળખ વિશ્વ ફ્લકે થાય છે. ખરેખર ગુજરાતમાં એવા અનેક ગામમાં છે, જે પોતાની સુંદરતા અને વિકાસના કારણે ઓળખાય છે.આજે અમે આપને એક એવા ગામની સફર લઈ જઈશું જેને ગુજરાતનું પેરિસ કહેવાય છે.આ ગામ વિશે સાંભળીને તમે શહેર ને પણ ભૂલીને અહીંયા રહેવાનું વિચારશો.
આજે આપણે મુલાકાત લઈશું સુરતથી 35 કિમીના અંતરે આવેલા બાબેન ગામની. આ ગામના લોકો મુખ્યત્વે ખેતી,પશુપાલન, ખેત મજુરી અને ગામની બાજુમાં આવેલી સુગર ફેક્ટરીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.સગવડતા એવી છે કે શહેરો ની સુવિધા પણ ઓછેરી લાગે.
આ ગામમાં 12 મીટર પહોળા, ચોખ્ખા અને રેસ લગાવી શકાય એવા રસ્તા છે, રસ્તાની વચ્ચે ડિવાઈડર, આજુબાજુમાં સ્ટ્રીટ લાઈટ, પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટરો, પીવાના પાણી માટે RO મિનરલ વોટર એ પણ સાવ મફત અને એ સાથે ગામમાં 6-6 મોટી પાણીની ટાંકીઓ ઉભી કરીને ઘરે ઘરે પહોંચાડવામાં આવેલા પાણીના નળ કનેક્શન છે.
આ ગામનું આકર્ષણ નું કેન્દ્ર છે,કરોડના ખર્ચે બનાવેલું વિશાળ સરોવર, સરોવરની વચ્ચે સરદાર પટેલની મૂર્તિ, ફરવા માટે બાગ-બગીચા, અને પર્યાવરણને સાનુકૂળ રાખવા 30 હજાર ઝાડપાનની હારમાળા. આ સાથે 24 કલાક ગામને મળતી વીજળી અને ગામની બધી જ શેરીઓમાં 24 કલાક નજર રાખતા CCTV કેમેરાની સિક્યુરિટી પણ ગોઠવવામાં આવી છે.
આ ગામના જુવાનો માટે જિમ,ક્લબ હાઉસ તેમજ સ્વિમિંગ પુલ પણ આવેલું છે. આ ગામમાં 6 બિલ્ડિંગોમાં પથરાયેલું કોલેજ કેમ્પસ કે જ્યાં ફાર્મસી ,પોલિટેક્નિક, MBA જેવા 8 વિષયો સાથે આધુનિક એન્જીનીયરીંગ કોલેજ પણ છે. મજાની વાત તો એ છે કે આ ગામના 95% મકાનો પાકા છે અને આ માત્ર ગામડું નથી પરંતુ સ્માર્ટ વિલેજ છે.