કલોલમા યુવકે ભાવિ વાગદત્તાને છરીના આડેધડ ઘા ઝીકી મૌતને ઘાટ ઉતારી દીધી ! હત્યાનું કારણ જાણીને તમને પણ આંચકો જ લાગશે…
ગુજરાત રાજ્યમાં હાલના સમયમાં અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને કોઈ પણ વ્યક્તિ ધ્રુજી જતા હોઈ છે હજી થોડા દિવસ પેહલા જ અમદાવાદ જિલ્લામાંથી અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં એક સાથે નવ લોકોને કચડી નાખવામાં આવ્યા હતા, એવામાં હાલ હત્યાની એક ચોંકાવનારી ઘટના હાલ સામે આવી છે જેમાં એક યુગલે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરે તેની પેહલા જ આવી ઘટના ઘટી ગઈ હતી.
તમને ખબર જ હશે કે વર્તમાન સમયમાં યુવકોને દારૂની લત જબરી લાગી ગઈ છે આ કારણે જ અનેક વખત જેતે લત લાગેલ યુવકના પરિવારજનો અથવા તો તેમની પત્ની દ્વારા અનેક વખત દારૂ છોડવા વિશે સૂચન આપવામાં આવતું હોય છે જેમાં અમુક વખત લોકો છોડી દેતા હોય છે જયારે અમુક વખત આ વાતને લઈને અનેક વખત મોટા મોટા ઝગડાઓ થતા હોય છે, એવામાં કલોલ માંથી આવા જ પ્રકારની હત્યાની ઘટના સામે આવી છે જેમાં યુવકે મહિલાને છરીના ઘા ઝીકી નાસી ગયો હતો જે બાદ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા તેનું ગણતરીના સમયમાં જ મૃત્યુ થયું હતું.
હત્યાની આ ઘટના પલિયડ તાલુકામાંથી સામે આવી છે જ્યા ભરતભાઈ શકરાભાઈ રાવળ પીડીપીયુ કોલેજમાં કહાની સકિયુરિટી એજન્સીમાં નોકરી કરતા હતા એવામાં ભરતભાઈને ચાર ભાઈ બહેન હતા જેમાં નાની બહેન જ્યોત્સનાના લગ્ન મહેસાણાના ભાલક ગામના રહેવાસી સનાભાઈ રાવળના દીકરા લાલાભાઇ સાથે કરવામાં આવ્યા હતા એવામાં આ લગ્ન માંથી જ્યોત્સનાએ બે દીકરાને જન્મ આપ્યો હતો,એવામાં જ્યોત્સનાબેનને લાલાભાઇ સાથે મનમેળ ન હતા બંનેએ છુટાછેડા લઇ લીધા હતા જે બાદ નેનો દીકરો તેના નાની સાથે રહેતો જયારે મોટો દીકરો જ્યોત્સના ભરત રાવળ સાથે રહેતા હતા.
એવામાં જ્યોત્સના આ દરમિયાન મહેસાણાના કાંસા રામપુરા ગામના જશુભાઈ રાવળના પુત્ર એવા જીતુના સંપર્કમાં આવી હતી એવામાં તેઓ પારિવારિક સબંધને લીધે અવારનવાર એકબીજાને મળતા થયા હતા એટલું જ નહીં બંનેના સગપણની વાત પણ ચાલી રહી હતી,એવામાં જ્યોત્સના જીતુ રાવળના ઘરે રોકાવા માટે ગઈ હતી એવામાં 22 જુલાઈના રોજ જીતુ પલિયડ ખાતે આવ્યો હતો જ્યા તે રાત રોકાયો અને સવારે ભરત સાથે ગાડી પર બેઠીને બહાર ગયો હતો એવામાં ભરત જીતુને ઉતારીને નોકરીએ ગયો હતો.
જે બાદ જીતુ ઉતરીને જીતુ ફરી એક વખત પલિયડ ખાતે ગયો હતો જ્યા ભરતની પત્ની પાણી ભરવા ગઈ હતી ત્યારે જીતુએ જ્યોત્સનાને મહેસાણા સાથે આવવાની વાત કહી દીધી હતી, એવામાં જ્યોત્સના એ એવી રીતે સાથે આવવાની સખ્ત મનાઈ કરી દેતા જીતુએ જ્યોત્સનાને છાતીના ભાગમાં છરીના ઘા ઝીકીને નાસી છૂટ્યો હતો જે બાદ તેણીને નજીકના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યા ગણતરીના સમયમાં જ યુવતી મૌતને પામી ગઈ હતી.
આ ઘટના અંગેની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી તથા મૃતક વચ્ચે પારિવારિક સંબંધોની સાથો સાથ સગપણ પણ ચાલતું હતું એવામાં જ્યોત્સના જયારે એકે મહિના જેવું મહેસાણા રોકાય ત્યારે તેને ખબર પડી હતી કે જીતુને દારૂ પીવાની ખુબ ખરાબ આદત હતી અને કોઈ કામધંધો પણ કરતો હતો નહીં આથી જ્યોત્સનાએ જીતુ સામે શરત મૂકી હતી કે તે દારૂની લત છોડી દેશે તોજ તે લગ્ન કરશે,આ વાતને લઈને બંને વચ્ચે ઝગડો થયો હતો જેમાં પોતાની શરત પર જ્યોત્સના અડગ રહેતા જીતુએ રોષે ભરાયને તેણીને છરીના ઘા ઝીકીને ફરાર થયો હતો.