Gujarat

અંકેલેશ્વરમાં એક જ સાથે પિતા-દીકરાની અર્થી ઉઠતા આખું ગામ હીબકે ચડ્યું ! પિતાનું હાર્ટઅટેકથી મૃત્યુ થયું તો દીકરો આઘાત સહન ન કરી શક્યો અને….

મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયમાં હ્નદયરોગની બીમારી કેટલી હદે વધતી જઈ રહી છે, એક સમય હતો જયારે મોટી ઉંમર ધરાવતા લોકોને હ્નદયરોગની બીમારી થી અથવા તો હાર્ટ અટેકથી મૃત્યુ થતું હોય છે પરંતુ હાલના સમયમાં તો સાવ યુવાનો તથા સગીરોને પણ આવી હાર્ટઅટેકથી મૃત્યુ થવા પામી રહ્યા છે, એવામાં એક ખુબ જ દુઃખદ ઘટના હાલ અંકલેશ્વર માંથી સામે આવી છે જેના વિશે જાણીને ખરેખર તમે પણ ભાવુક જ થઇ જશો.

તમને જણાવી દઈએ કે અંકલેશ્વરમાં GIDC વિસ્તારમાં આવેલ ગણેશ પાર્કમાં એક પટેલ પરિવાર રહેતો હતો જેમાંથી પરિવારના મુખ્યા ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વરના દર્શન માટે ગયા હતા જ્યા તેઓ બસની મારફતે પરત ફરી રહયા હતા ત્યારે જ મધ્યપ્રદેશના થાન્દલા પાસે હાર્ટઅટેક આવી જતા તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું,એવામાં આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો હતો જયારે મૃતકના દીકરાને તો આ ઘટનાનો એટલો બધો આઘાત લાગ્યો કે તેણે જીવન ટૂંકાવાનું જ સહી સમજ્યું.

એવામાં 16 વર્ષીય સગીરે પોતાના પિતાના મૃત્યુના આઘાતમાંને આઘાતમાં જ ઘરની બાજુમાં આવેલ ચાર માળાની બિલ્ડીંગ પરથી કૂદીને પોતાના જીવનને પડતું મૂક્યું હતું,એવામાં બાપ દીકરાનું એક સાથે જ મૃત્યુ થતા આખો પટેલ પરિવાર પર જાણે દુઃખનો આભ તૂટી પડ્યો હોય સ્થિતિ બની ગઈ હતી,એવામાં જયારે પિતા-દીકરાની એક જ સાથે ઘરેથી અર્થી ઉઠતા પરિવારજનોની આંખો માંથી આંસુ સરી જ પડ્યા હતા પણ સાથો સાથ આસપાસના વિસ્તારોમાં પણ માહોલ ગમગીન બન્યો હતો.

મૃતક સંજયકુમાર રમેશભાઈ પટેલના પરિવારમાં તેમની પત્ની સુરેખા,મોટી દીકરી હેપ્પી તથા નેનો દીકરો તેજ હતો, એવામાં તેજ તથા સંજયકુમારનું આવી રીતે નિધન થતા પત્ની તથા ઘરની મોટી દીકરી પર દુઃખના આભ જ ફાટી પડ્યા હતા.સંજયકુમાર વિશે જાણવા મળેલ છે કે તેઓ છેલ્લા 14 વર્ષોથી પેસ્ટીસાઈડ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરી રહ્યા હતા અને તેમનો પૂરો પરિવાર પણ ખુબ ખુશખુશાલ જીવન ગુજારી રહ્યો હતો એવામાં શું ખબર હતી કે આ ખુશી લાંબા સમય સુધી ટકી રેહવાની ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!