મુકેશ અંબાણી ની દીકરી ઈશા પાસે છે આટલા કરોડ નો ડાયમંડ નેકલેસ ???? કુલ કિંમત જાણી ચક્કર આવી જશે…જાણો વિગતે
આપણે જાણીએ છે કે અંબાણી પરિવાર (ambani family) હંમેશા લાઇમ લાઈટમાં રહે છે, ત્યારે આજ રોજ અમે આપને જણાવીશું કે. મુકેશ અંબાણી ની દીકરી ઈશા પાસે છે આટલા કરોડ નો ડાયમંડ નેકલેસ છે કે, તેની કુલ કિંમત જાણી ચક્કર આવી જશે. આપણે જાણીએ છે કે અંબાણી પરિવાર અતિશય વૈભવશાળી જીવન જીવે છે. નીતા અંબાણીની (Nita ambani) સાડી અને ઘરેણાંની કિંમતમાં તો સામાન્ય લોકો પોતાનું આખું જીવન પસાર કરી શકે છે. આજે અમે આપને ઈશા અંબાણી વિશે વાત કરીશું.
નીતા અંબાણીની જેમ જ ઈશા અંબાણીને (Isha ambani) પણ કિંમતી ઘરેણાં પહેરવાનો ખુબ જ શોખ છે. ઈશા અંબાણીની ફેશન સ્ટાઇલ ખુબ જ સારી છે અને તે મોટેભાગે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ સાડી અને ડ્રેસ પહેરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈશા એક ખૂબ જ મોંઘા ડાયમંડ નેકલેસની (Diamond nackless) માલિક છે. ઈશા અંબાણીએ પોતાના પ્રી-વેડિંગ સેરેમનીમાં પહેલીવાર આ નેકલેસ પેહર્યો હતો.
જ્વેલરી અને ડાયમંડ એક્સપર્ટના મતે ઈશાના નેકલેસની કિંમત યુએસ ડોલર 20 મિલિયન એટલે કે લગભગ 165 કરોડ રૂપિયા છે.ઈશાએ પોતાના લગ્ન પહેલા ડિઝાઇનર મનીષ મલ્હોત્રા (Manish malhotra) દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ રાણી પિંક લહેંગા પહેર્યો હતો અને તેના લુકને 20 મિલિયન યુએસ ડોલરની કિંમતના અનકટ ડાયમંડ નેકલેસ સાથે એક્સેસરીઝ કર્યો હતો. કસ્ટમ નેકલેસમાં એક જટિલ પેટર્નમાં સેટ કરેલા 50 મોટા અનકટ હીરા લગાવવામાં આવ્યા હતા.
હાલમાં જ જ્યારે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ભવ્ય લોન્ચિંગના બીજા દિવસે ઈશાએ આ જ નેકલેસ પહેર્યો હતો. ઇવેન્ટમાં, તેણીએ ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાના સુંદર લાલ ‘વેલેન્ટિનો ગાઉન’ અને લાલ ટ્યૂલ કેપ પહેર્યા હતા.પોતાના નેકલેસમાં યુએસ $20 મિલિયનના અનકટ ડાયમંડ નેકલેસથી દેખાવને ગોળાકાર કર્યો. તેણીએ તેના જૂના નેકલેસને ખૂબ જ સુંદર રીતે નવીજ રીતે ડિઝાઇન કરાવીને પહેર્યો.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2008માં ઈશા અંબાણી ‘ફોર્બ્સ’ની ‘યંગેસ્ટ બિલિયોનેર હેરેસ’ની યાદીમાં બીજા ક્રમે હતી. ઈશા અંબાણી પરિવારના વારસાને આજે પણ નિભાવી રહી છે અને લગ્ન બાદ પણ ઈશા અંબાણી પોતાના પિતાનો બિઝનેસ સંભાળી શકે છે. તા 12 ડિસેમ્બર 2018ના રોજ અબજોપતિ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર બિઝનેસ ટાયકૂન આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા અને લગ્નના લગભગ 5 વર્ષ પછી, નવેમ્બર 2022 માં, દંપતીએ તેમના જોડિયા બાળકને જન્મ આપ્યો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.