કોરોના કાળ મા અનેક લોકો ની મદદ કરનાર મહાકાલ સેના અરવલ્લી જીલ્લા ના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવર એક્સીડન્ટ મા મૃત્યુ થયુ
રાજપુત સમાજ મા એક મોટી ખોટ વરતાઈ છે. મહાકાલ સેના અરવલ્લી જીલ્લા ના અધ્યક્ષ અને રાજપુત સમાજ ના યુવા અગ્રણી અને હંમેશા સેવાકીય પ્રવૃતિ મા આગળ રહેતા રાજપાલસિંહ રહેવર નુ એક્સીડન્ટ મા દુખદ મૃત્યુ થયુ હતુ.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે રાજપાલસિંહ પોતાનું એક્ટીવા લઈ એ કોઈ કામ અર્થે ભાટકોટે નીકળ્યા હતા. ત્યારે પુર ઝડપે આવેલ કાર ચાલકે ટક્કર મારતા રાજપાલસિંહ ગંભીર ઈજા ઓ પહોચી હતી અને ઘટના સ્થળે જ તેમનો જીવ ગયો હતો. રાજપાલસિંહ ના મૃત્યુ ના સમાચાર મળતા જ તેના લોકચાહકો અને રાજપુત સમાજ મા શોક નુ મોજુ ફરીવળ્યુ હતુ.
રાજપાલસિંહ એક સમાજ ના યુવા આગેવાન હતા સાથે સાથે કોરોનાકાળ મા લૉક ડાઉન ના સમયગાળા દરમિયાન મા ગરીબ પરીવારો ની મદદ કરી હતી. આપને જણાવી દઈએ કે રાજપાલસિંહ મોડાસા તાલુકાના સરડોઈ ગામ ના સરપંચ અનિલસિંહ રહેવર ના પુત્ર હતા.
રાજપાલસિંહ ના મૃત્યુ તથા અનેક લોકો એ સોસિયલ મીડીયા પર શ્રદ્ધાંજલી આપી હતી અને દુખ વ્યકત કર્યુ હતુ.