Gujarat

નવસારીમાં મકાન પાડતા મળ્યા સોનાના સિક્કાનો ખજાનો! ફિલ્મી ઢબે એવી ચોરી થઈ કે બે રાજ્યની પોલીસ ગોથે ચડી ગઈ..જાણો પુરી વિગત

આપણે જાણીએ છે કે, પહેલાના જમાનામાં લોકો ધનનો સંગ્રહ કરવા માટે ઘડા રાણી સિક્કાઓ તેમજ ઝવેરાત અને માણેક મોતી બધું સાચવીને જમીનની નીચે દાટી દેતા. વરસો પછી આ ધન જ્યારે બહાર નીકળે તો તેને આપણે કાઠિયાવાડી ભાષામાં માયા કહીએ છીએ. હાલમાં જ આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બ્રિટિશ જમાનાના સોનાના સિક્કાની ચોરીનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

નવભારતમાં અહેવાલ પ્રમાણે ગુજરાતના નવસારીજ જિલ્લાના બીલીમોરામાં થોડા દિવસોથી કામ કરતા કેટલાક મજૂરોએ જ્યારે જૂના મકાનની દિવાલ તોડી ત્યારે તેમની આંખો ફાટી ગઈ હતી. દિવાલમાં એક-બે નહીં પણ સોનાના સિક્કાઓનો આખો ખજાનો હતો.

મધ્યપ્રદેશના મજૂરોએ આ અંગે મકાન માલિકને જાણ કરી ન હતી અને તમામ 240 સોનાના સિક્કા લઈને તેમના ગામ ગયા હતા. આ કેસનું રહસ્ય ત્યારે સામે આવ્યું જ્યારે ચાર પોલીસકર્મીઓએ મધ્યપ્રદેશમાં આ મજૂરો પાસેથી સોનાના સિક્કા લૂંટી લીધા. હવે મધ્યપ્રદેશની સાથે સાથે ગુજરાતની સુરત પોલીસ પણ સોનાના સિક્કાની લૂંટનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે
.
મજૂરો મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ ગયા હતા. સ્થાનિક પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મજૂરોએ જણાવ્યું છે કે 19 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે સોંડવા પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ તેમના ઘરે આવ્યા, તેમની પત્નીની મારપીટ કરી અને વાસણમાં રાખેલા સોનાના સિક્કા લઈ ગયા.

સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ ચાર પોલીસકર્મીઓ ગુમ હોવાનું કહેવાય છે.આ મામલે રાજકારણ પણ શરૂ થયું છે.સ્થાનિક માજી ધારાસભ્ય નાગરસિંહ ચૌહાણે માંગ કરી છે કે ચાર પોલીસકર્મીઓ સામે ચોરીના બદલે લૂંટનો ગુનો નોંધવો જોઈએ.

તો બીજી તરફ નવસારીમાં જે મકાનમાંથી સોનાનો ખજાનો મળી આવ્યો હતો. તેના મકાનમાલિક સોયેબ બાલીવાલા 17 જુલાઈએ ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા છે. પોલીસ હવે મજૂર પાસેથી મળેલા ફોટો અને સિક્કાના આધારે આ સિક્કાઓની તપાસ કરી રહી છે. એવું બહાર આવ્યું છે કે આ સિક્કાઓ પર રાજા જ્યોર્જ કિંગ જ્યોર્જ પંચમનું ચિત્ર છે. એક સિક્કાનું વજન 7.98 ગ્રામ છે. આ સિક્કાઓમાં 90 ટકા શુદ્ધ સોનું છે. આ 1922ના સમયગાળાના સિક્કા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!