Gujarat

અમેરિકા લઇ જવાનું કહીને કડી-કલોલના યુગલની એજન્ટએ લખોની ઠગાઈ કરી!! 16 લાખની એવી રીતે છેતરપિંડી કરી જાણી તમારું મગજ ચક્કર ખાય જશે

હાલમાં દરેક ગુજરાતીઓ વિદેશ જવાના સપના જુએ છે અને ક્યારેક ગેરકાયદેસર રીતે લોકો વિદેશ જવાનું વિચારે છે અને તેના કારણે જીવ અને પૈસા ગુમાવવાનો વારો આવે છે. ખાસ કરીને વિદેશ જવા માટે લોકો એજન્ટોનો સંપર્ક કરે છે, ત્યારે હાલમાં એક ચોંકાવનાતો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવ દરેક લોકો માટે ચેતવણી સમાન છે.

આ બનાવ અંગે વિગતવાર જાણીએ. દિવ્ય ભાસ્કર ના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, કલોલ અને કડીના બે કપલને કોલંબો પાસેથી રૂ. 16.22 લાખની છેતરપિંડી કરવામાં આવી. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. કલોલમાં રહેતા જીગ્નેશભાઈ  પરિવાર મધ્યમવર્ગનો હોવાથી તેમણે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. આ કારણે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના કમલેશ જયંતીભાઈ બારોટ  વિદેશ મોકલવાનું કહેલ.

તેમને 20 લાખમાં યુરોપના વિઝાનુ નક્કી કરી મુંબઈમાં આવેલી એમ્બેસીમાં અરજી કરતાં એનો રિપોર્ટ નેગેટિવ આવતા એ કામ પડતું મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ દંપતીને એક કરોડમાં અમેરિકા મોકલી આપવાની લાલચ કમલેશ બારોટે આપી હતી અને ત્યારબાદ અમેરિકા જવાની પ્રોસેસ શરૂ કરાવી.

જીગ્નેશ ભાઈ સાથે એક કડીના કપલ જયેશભાઇ અને તેમના પત્ની પણ સાથે હતા. એજન્ટે તેમને મુંબઈ થી એરપોર્ટ ઉતાર્યા
અને કોલંબોથી જકારતા જવાની ફ્લાઈટમાં બેઠાં હતા અને ત્યારબાદ  કેનેડાના વિઝા મંજૂર ન થાય ત્યાં સુધી તમારે અહીં રહેવાનું છે અને બંને કપલના પાસપોર્ટ લઈ લીધા હતા.

એજન્ટ કમલેશ બારોટે ત્યાંના એજન્ટ રાજેશકુમાર વીરા ઉર્ફે  એજન્ટ છગનને કેનેડા લઈ જવાનું કામ સોંપ્યું જે દંપતીઓ પાસેથી વિઝાના કામ માટે પૈસા માગી માનસિક ત્રાસ આપતો હતો. એજન્ટ કમલેશે જિજ્ઞેશભાઈ પાસેથી રૂ. 8.90 લાખ અને જયેશભાઈ પાસેથી રૂ. 7.32 લાખ લઈ લીધા હતા.મહિના સુધી અમેરિકાના વિઝાન ન કરાવી આપ્યા અને ભૂખ્યા તરસ્યા રાખતા હતા.,એજન્ટ કમલેશે હાથ અધ્ધર જેથી એજન્ટો સામે કલોલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા યોગ્ય કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!