મુકેશ અંબાણી પાસે એક નહી બે દુબઈ ના સૌથી વધુ મોંધા વિલા ! બીજા વિલાની કીંમત જાણી હોશ ઉડી જશે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં મુકેશ અંબાણી અનેક ધાર્મિક સ્થળોએ કરોડો રૂપિયાનો ધર્માંદો કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને દુબઈમાં એક મોંઘો ભવ્ય વિલા ખરીદ્યો છે. આપણે જાણીએ છે કે, આ પહેલા પણ તેમણે અગાઉ પણ 80 મિલિયન ડોલરનો એક વિલા ખરીદ્યો હતો. ફરી એકવાર તેમણે નવો વીલા તે પ્રોપર્ટીની નજીક લીધી છે.
હાલમાં જ તેમણે બિચની નજીક જ આલિશાન પ્રોપર્ટી ખરીદી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કુવૈતના ઉદ્યોગપતિ મોહમ્મદ અલ્શાયાના ફેમિલી પાસેથી 16.3 કરોડ ડોલરમાં પામ જુમૈરા મેન્શનની ખરીદી કરી હતી. સૂત્રોએ આ માહિતી નામ જાહેર ન કરવાની શરતે આપી હતી.
અલ્શાયાના પરિવાર પાસે સ્ટારબક્સ, H&M, વિક્ટોરિયાઝ સિક્રેટ જેવી ટોચની રિટેલ બ્રાન્ડ્સની લોકલ ફ્રેન્ચાઈઝી છે. અંબાણીએ વિદેશમાં સેકન્ડ હોમ તરીકે અમુક મિલ્કતો ખરીદી છે. ગયા વર્ષે તેમણે યુકેનો આઈકોનિક ગણાતો સ્ટોક પાર્ક ખરીદ્યો હતો. હવે આ ડીલ દુબઈની સૌથી મોટી રિયલ્ટી ડીલ હતી અને ત્યારપછી હવે 82.4 મિલિયન ડોલરમાં પામ આઇલેન્ડ પર ભવ્ય વિલાનો સોદો થયો છે.
દુબઈના આ વિસ્તારમાં વિશ્વના સૌથી પૈસાદાર ઉદ્યોગપતિઓ અને એક્ઝિક્યુટિવ્સ વસવાટ કરે છે. દુબઈમાં રિયલ એસ્ટેટ સેક્ટરનું મહત્ત્વ એટલું વધારે છે કે સમગ્ર ઇકોનોમીનો 33 ટકા હિસ્સો રિયલ એસ્ટેટનો છે. સાત વર્ષ સુધી દુબઈના અર્થતંત્ર પર ભારે દબાણ આવ્યા પછી હવે તેમાં રિકવરી જોવા મળી છે અને રિયલ એસ્ટેટના ભાવ ઉછળ્યા છે. ઉદ્યોગ સાહસિકોને દુબઈ હવે મોકળા મને આવકારે છે.