Gujarat

અમરનાથની યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતીનું મૃત્યુ!! જામનગરના યાત્રીએ ભગવાનના ધામમાં જ તોડ્યો દમ….

હાલમાં હ્નદય હુમલાના બનાવ ખુબ જ વધી રહ્યા છે, આ બનાવના પગલે નાની વયથી લઇને મોટી વયના લોકો જીવ ગુમાવી રહ્યાં છે. હાલમાં જ વધુ એક દુઃખદાયી ઘટના સામે આવી છે. ગુજરાત સમાચારણ અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, જામનગરમાં વિદ્યોતેજક મંડળના કર્મચારીનું અમરનાથ યાત્રા દરમિયાન દુઃખદ નિધન થઇ. તેમના મત્યુનું કારણ અમે આપને વિગતવાર જણાવીશું.

મૃતકકલ્પેશભાઈ પોતાના મિત્ર મંડળ સાથે જામનગર થી અમરનાથની યાત્રાએ ગયા હતા પરંતુ તેમને ક્યાં ખ્યાલ હતો કે આ તેમના જીવનની અંતિમ યાત્રા બની રહેશે. અનેક લોકો અમરનાથની યાત્રા એ જાય છે અને અનેક દુર્દઘટનામાં મુત્યુ પણ પામેં છે, ત્યારે કલ્પેશભાઈને પણ કાળ આંબી ગયો. બનાવ એવો બન્યો કે અમરનાથ યાત્રા દરમિયાન તેઓનું ઓક્સિજન લેવલ ઘટી જતાં હૃદયરોગનો હુમલો આવી ગયો હતો.

તાત્કાલિક જ સારવાર માટે તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ વિધાતા લેખ સામે કોઈ મેખ નથી મારી શકતું. તબીબી સારવાર બાદ પણ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. દુઃખદ નિધનના સમાચાર મળતાં પરિવારજનોમાં શોકને લાગણી ફેલાઈ હતી. આ દુઃખદાયી ઘટના બાદ તેમના અમરનાથ યાત્રીઓ દ્વારા મૃતદેહને જામનગર લઈ આવેલ.

કલ્પેશભાઈની અંતિમયાત્રામાં સૌ સ્વજનો જોડાયા હતા અને આ કારણે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.આ કરુંણ ઘટનાનો આઘાત સૌ કોઈને લાગ્યો છે,ખરેખર આ બનાવો દિવસે ને દિવસે ગુજરાતના શહેરોમાં આવી રહ્યા છે, જેથી દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખી અને યોગ્ય તપાસ કરાવી ને ત્યારબાદ જ યાત્રા કે પ્રવાસ કરવો જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!