17 વર્ષના કિશોરે અગાશી પરથી કૂદીને ટૂંકાવ્યું જીવન! સ્યુસાઇડ નોટના લખી આવી અજીબોગરીબ વાત….
આત્મહત્યાના અનેક પ્રકારના બનાવ બને છે, ત્યારે હાલમાં જ 17 વર્ષના એક તરુણે આત્મહત્યા કરી લીધી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, સ્યુસાઈડ નોટમાં મૃતક કિશોરે એવી અજીબ વાતો લખીને સૌ કોઈ વિચારમાં મુકાઈ ગયા. આ ઘટના છત્તીસગઢના દૃગ જિલ્લાની છે. આ કિશોરે આત્મ હત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું અને આત્મ હત્યાનું કારણ નોટમાં અંગ્રેજી ભાષામાં લખીને જણાવ્યું
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ દુઃખ ઘટના બની ત્યારે મૃતકની મા અને બહેન ઘરમાં જ હાજર હતા અને તેના પિતા બહાર થી આવી રહ્યા હતા. જ્યારે કિશોર છત ઉપરથી કૂદી પડ્યો ત્યારે આ ઘટનાની જાણ પાડોશીએ પરિવારજનોંને કરી હતી.આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીનવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ કરવા માટે બોડીને પોસ્ટમર્ટમ માટે મોકલવામાં આવી હતી.પોલીસને તપાસ દરમિયાન સ્યુસાઇડ નોટ મળી આવેલ.
વિદ્યાર્થીએ સુસાઈડ નોટના પહેલા પાના પર લખ્યું છે કે, મને અંદર ને અંદર કોઈ ખાઈ રહ્યું છે, મને લાગી રહ્યું છે તે ભૂત છે.
લોકોને લાગે છે કે હું મારી સાથે વાત કરું છું. હું ભગવાનમાં માનતો નથી. બીજા પેજ પર લખ્યું છે કે, મને ખબર નથી કે હું શા માટે લખી રહ્યો છું, પરંતુ મને શાળા અને અભ્યાસ પસંદ નથી, શીખવાની બીજી રીતો છે. હું અંગ્રેજીમાં ઘણા શબ્દોનો યોગ્ય રીતે ઉચ્ચાર કરી શકતો નથી, તેના માટે ઘણી મહેનત કરવી પડી.
હું હજુ પણ કરી રહ્યો છું આ વર્ષ 2022 મારા માટે શરૂઆતથી સારું રહ્યું નથી. ત્રીજા પાનામાં તેમણે લખ્યું છે કે, બ્લડ ઓફ થર્ટી- એટલે લોહીની તરસ. હું કોઈ પ્રતિભાશાળી કે અસાધારણ નથી… પણ હું મારી લાગણી વ્યક્ત કરી શકતો નથી. મને ખબર નથી કે હું આ કેમ લખી રહ્યો છું, ફક્ત એટલું જાણું છું કે હું માસ્ક ડબલ નથી લગાવી શકતો.છેલ્લા પાનામાં લખ્યું છે કે હું થાકી ગયો છું… બસ હવે મારે સૂવું છે…
આ ઘટના બાદ પોલીસને શાળાના આચાર્ય વિપિન દેશમુખ પાસેથી જાણવા મળ્યું હતું કે, તે 12મા ધોરણમાં ગણિત સાથે ભણતો હતો. તેના ક્લાસ ટીચર વિદ્યા સતીષે પણ જણાવ્યું કે લગભગ પાંચ દિવસ પહેલા તે વિદ્યાર્થીને વાઈસ પ્રિન્સિપાલ પાસે લઈ ગયો હતો જ્યારે વિદ્યાર્થી ચૂપ રહ્યો હતો. પૂછપરછ દરમિયાન, વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તે સમયાંતરે પરીક્ષા યોગ્ય રીતે કરી શક્યો નથી. આ કારણે તે પરેશાન હતો. હાલમાં પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.