India

મોદીનામનાં ઘેટાની કિંમત 1.5 કરોડ રૂપિયા જાણો આ ખાસ ઘેટાં વિશે.

આપણે બધાંએ ઘેટાં જોયાં છે ,પરંતુ આજે અમે તમને એક એવા ઘેટાની જાતિ સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ જેની કિંમત 1.50 કરોડ છે. રસપ્રદ વાત એ છે કે આ ઘેટાંને મોદી નામ આપવામાં આવ્યું  છે. ખરેખર દુનિયામાં એક વસ્તુઓ છે કે, આપણને વિશ્વાસ નહીં આવી શકે. આપણે દરેક વાત થી અજાણ નથી હોતાં.

આજે એક એવી ઘેટાની જાતિની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘મેડગિઅલ’. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જાતિના ઘેટાંની કિંમત લાખમાં છે. તાજેતરમાં, મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક ખેડૂતના ઘેટાની કિંમત 70 લાખ રૂપિયા છે. જો કે, ખેડૂતે તેને આ ભાવે વેચવા તૈયાર જ નથી  કર્યો કારણ કે તેને 1.50 કરોડ રૂપિયા જોઈએ છે.

સામાન્ય રીતે સાંગલીની જાટ તહસીલમાં ‘મેડગીઅલ’ જાતિના ઘેટા જોવા મળે છે. આ જાતિ બાકીના ઘેટાં કરતાં કદમાં થોડી મોટી છે. ઘેટાંના સંવર્ધકોમાં તેમની માંગ વધુ છે. એનિમલ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ આ જાતિનું નામ મેડગીઅલ ગામ રાખવામાં આવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે લોકો પ્રેમથી આ ઘેટાંને ‘મોદી’ કહે છે. ગ્રામજનો કહે છે કે જેમ મોદીજી દરેક ક્ષેત્રે તેમનો ગૌરવ ઉભો કરી રહ્યા છે, તેવી જ રીતે આ ઘેટાની જાતિ દરેક હાટ-બજારમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

સાંગલી જિલ્લામાં રહેતા બાબુ મેતકરી પાસે લગભગ 200 જેટલા ઘેટાં છે. આના એક ઘેટાની કિંમત 70 લાખ રૂપિયા હતી. જોકે તેમને આ કિંમત ઓછી મળી. તેઓ આ ઘેટાંને એક કરોડ પચાસ લાખમાં વેચવા માંગતા હતા. આ ઘેટાંનું નામ ‘સરજા’ છે. તેનો માલિક પણ તેને પોતાના માટે શુભ માને છે તેની કિંમત 5 થી 10 લાખ રૂપિયા છે.

મહારાષ્ટ્ર ઘેટાં અને બકરી વિકાસ નિગમના સહાયક નિયામક ડો. સચિન ટેકડેના જણાવ્યા મુજબ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આ જાતિના ઘેટાં જોવા મળે.2003 માં થયેલા એક સર્વેક્ષણ સમયે, સાંગલી જિલ્લામાં ઘેટાની મેડગાયલ જાતિની સંખ્યા 5,319 હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં આ આંકડો હવે લાખોને વટાવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!