Gujarat

સુરત જાવ તો એક વખત શ્રી જલારામ ખમણ હાઉસનો લોચો તથા રસાવાળા ખમણ અવશ્ય ચાખજો ! ફક્ત આટલા રૂપિયામાં એક પ્લેટ…

આપણા ગુજરાતીઓની જો વાત કરવામાં આવે તો આપણે સૌ કોઈ ખાણીપીણીના ખુબ જ શોખીન હોઈએ છીએ, આ કારણને લીધે જ આપણા રાજ્યની અંદર દરેક બહારના દેશની અથવા તો બીજા રાજ્યોની તમામ વાનગી આપણને મળી રહેતી હોય છે. અમે રોજના અનેક આવા ખાણીપીણી સાથે જોડાયેલ લેખ લઈને આવીએ છીએ જેમાં અનેક એવી આપણા રાજ્યની વાનગી હોય છે જેના સ્વાદથી તમે પણ વંચિત હોવ છો. એવામાં આજે અમે સુરત શહેરમાં આવેલ જલારામ ખમણ હાઉસ અને લોચાની દુકાન વિશે વાત કરવાના છીએ.

જણાવી દઈએ કે સુરત સીટી આમ તો હીરાના વ્યાપાર અને કાપડ ઉદ્યોગ માટે ખુબ જ જાણીતી છે પણ કહેવામાં આવે છે કે સુરતી લોકો ખાવાપીવાનું ખુબ શોખીન હોય છે. એવામાં આજે અમે સુરતના કપોદ્રામાં આવેલ શ્રી જલારામ ખમણ હાઉસ અને લોચા વિશે જણાવાના છીએ જે ફક્ત સુરત શહેરમાં જ નહીં પણ આખા રાજ્યમાં ખુબ વધારે ફેમસ છે. શ્રી જલારામ ખમણ હાઉસનો લોચો તથા ખમણ લોકોને એટલા બધા પસંદ આવે છે કે લોકો એક વખત ખાયા બાદ ત્યાં વારંવાર જવાનું પસંદ કરે છે.

શ્રી જલારામ લોચા દુકાનના માલિકનું નામ મયરૃભાઈ છે જે છેલ્લા 22 વર્ષોથી આ લોચો તૈયાર કરી રહ્યા છે, મયુરભાઈનું જણાવું છે કે તેઓ પેહલા લોચાની લારી ચલાવતા પરંતુ ધીરે ધીરે કરતા આ લોચો પ્રખ્યાત બનતા આ દુકાન શરૂ કરવામાં આવી હતી. હાલ તો મયુરભાઈ સાથે તેનો આખો પરિવાર આ ધંધા સાથે સંકળાયેલ છે. આ દુકાનની પ્રખ્યાત વાનગીઓ વિશે વાત કરીએ તો અહીંના રસાવાળા ખમણ તથા લોચો લોકોને ખુબ જ પસંદ આવે છે. સવાર સવારમાં જ આ દુકાને લોચો તથા ખમણ ખાવાની એટલી બધી ભીડ લાગી જાય છે કે ઘણા લોકોને કલાકો કલાકો સુધી રાહ જોવી પડે છે.

દુકાનના માલિક મયુરભાઈ જણાવે છે કે અહીં ફક્ત ખમણ તથા લોચો જ નહીં પણ સમોસા, જલેબી, બટર લોચો, ઈડલી-સંભાર, મેંડુ વડા જેવી તમામ વાનગીઓ હાલ ઉપલબ્ધ છે. ખરેખર ખમણમાં જે રીતે સેવ અને રસો નાખવામાં આવી રહ્યો છે તે જોઈને જ આપણા સૌ કોઈના મોઢામાં પાણી આવી જશે.ખમણ-લોચાનું વેચાણ ફક્ત ઓફલાઈન રીતે જ નહીં પણ ઓનલાઇન સ્વિગી અને ઝોમેટોના માધ્યમથી પણ મળી રહે છે.

આ દુકાનમાં એટલી ચોખ્ખાઈ રીતે કારીગરો કામ કરી રહ્યા છે કે સ્વાસ્થ્યને પણ આ ખોરાક હાનિ પોંહચાડતો નથી. વધતી જતી પ્રસિદ્ધિને ધ્યાનમાં રાખીને મયુરભાઈએ છોલે ભટુરે અને બીજી અનેક વાનગીઓ પર પણ હાથ અજમાવ્યો હતો, જે લોકોને પણ ખુબ પસંદ આવી રહી છે. મિત્રો જો તમે સુરત શહેરમાં જાવ તો એક વખત જરૂરને જરૂર શ્રી જલારામ ખમણ હાઉસના આ ખમણને ચાખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!