અમદાવાદના આ ઠાકોર પરિવારે આખા ગુજરાતમાં પોતાનો વટ પાડયો ! પોતાની આ જૂની બ્રાન્ડેડ કારમાં જશે ગુજરાતથી લંડન…
ગુજરાતી લોકો જે પણ કરે છે, તે હટકે કરે છે. હાલમાં જ અમદાવાદના પરિવારે ( A family from Ahmedabad ) એવું કાર્ય કર્યું છે. જેના સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના આ ઠાકોર પરિવારે આખા ગુજરાત માં પોતાનો વટ પાડયો ! પોતાની આ જૂની બ્રાન્ડેડ કારમાં જશે ગુજરાતથી લંડન. ( Will go to London from Gujarat in a branded car. ) ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે કઈ રીતે આ શક્ય બનશે. તમે અત્યાર સુધી અનેક યાત્રા વિષે સાંભળ્યું હશે પરંતુ લાલપરી નામની યાત્રા પહેલીવાર ગુજરાતમાંથી લંડન સુધી જશે.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે, કે ઠાકોર પરિવારની ત્રણ પેઢી એક સાથે ‘લાલપરી’ એટલે કે વિન્ટેજ કારમાં ભારતથી લંડન સુધી જશે. ( Will travel from India to London in a vintage car.) સૌથી પહેલા તેઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી શરૂ કરવામાં આવનાર છે.ખાસ વાત એ છે કે, આ પ્રવાસ ઓ 12 હજાર કિમીનો છે, જેથી લંડન સુધીની આ યાદગાર સફરમાં તેઓ UAE, ઈરાન, જ્યોર્જિયા, અઝરબૈજાન, તુર્કી, નોર્થ મેસેડોનિયા, બલ્ગેરિયા, આલ્બેનિયા, મોન્ટેનેગ્રો, ક્રોએશિયા, સ્વિત્ઝર્લેન્ડ, ઈટલી, લક્ઝમબર્ગ, જર્મની, બેલ્જીયમ અને ફ્રાન્સ સહિત 16 દેશોમાંથી લાલપરી પસાર કરીને લંડનની સફર પુરી કરશે.
સૌથી ખાસ વાત એ છે કે, લાલપરી 73 વર્ષ જૂની વિન્ટેજ છે, લાંબી મુસાફરી માટે તેમણે ખાસ તૈયારીઓ પણ કરી રાખી છે. જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન વેઠવી પડે.અનોખી યાત્રા પર 50 વર્ષીય દમન ઠાકોરની સાથે તેમના પિતા દેવલ ઠાકોર, અને તેમની દિકરી દેવાંશી ઠાકોર પણ જોડાશે. વિનય પંજવાણી તથા વિન્ટેજ કાર નિષ્ણાંત મુકેશ બારરીયા પણ આ પ્રવાસમાં સાથે રહેશે..
ગુજરાતથી લંડન સુધીના આ પ્રવાસનો હેતુ મેડ ઈન ઈન્ડિયા કેમ્પર વાન ( Made in India Camper Van ) અભિયાનને સમર્થ આપવા માટે છે અને અનોખા અભિયાનને , જેને ‘લાલ પરી કી સહેલી’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રવાસના આયોજક માતા લાલપરી નામની એક વાર્તા કહેતા અને આ કારણેઆ વાર્તા પરથી જ તેમણે આ કારનું નામ ‘લાલપરી’ પાડ્યું છે.આ પ્રવાસ સરહદ પારની કથાઓને પુન:તાજી કરવાનો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.