Gujarat

ગુજરાતના ઠાકોર પરિવારની આ વિન્ટેજ કારની સફર હિતુ કનોડિયાએ પણ કરી!! ગીત ગાતા ગાતા કરી સવારી.. જુઓ વિડીયો

હાલમાં જ જાણવા મળ્યું છે કે, ઠાકોર પરિવારની ત્રણ પેઢી એક સાથે ‘લાલપરી’ એટલે કે વિન્ટેજ કારમાં ભારતથી લંડન સુધી જશે. ( Will travel from India to London in a vintage car.) આ પ્રવાસ ઓ 12 હજાર કિમીનો છે, જેથી લંડન સુધીની આ યાદગાર સફરમાં તેઓ UAE, ઈરાન, જ્યોર્જિયા, અઝરબૈજાન, તુર્કી, નોર્થ મેસેડોનિયા, બલ્ગેરિયા, આલ્બેનિયા, મોન્ટેનેગ્રો, ક્રોએશિયા, સ્વિત્ઝર્લેન્ડ, ઈટલી, લક્ઝમબર્ગ, જર્મની, બેલ્જીયમ અને ફ્રાન્સ સહિત 16 દેશોમાંથી લાલપરી પસાર કરીને લંડનની સફર પુરી કરશે.

સૌથી ખાસ વાત એ છે કે, લાલપરી 73 વર્ષ જૂની વિન્ટેજ છે, લાંબી મુસાફરી માટે તેમણે ખાસ તૈયારીઓ પણ કરી રાખી છે.
ગુજરાતથી લંડન સુધીના આ પ્રવાસનો હેતુ મેડ ઈન ઈન્ડિયા કેમ્પર વાન ( Made in India Camper Van ) અભિયાનને સમર્થ આપવા માટે છે અને અનોખા અભિયાનને , જેને ‘લાલ પરી કી સહેલી’ નામ આપવામાં આવ્યું છે.

આ પ્રવાસના આયોજક માતા લાલપરી નામની એક વાર્તા કહેતા અને આ કારણેઆ વાર્તા પરથી જ તેમણે આ કારનું નામ ‘લાલપરી’ પાડ્યું છે.આ પ્રવાસ સરહદ પારની કથાઓને પુન:તાજી કરવાનો છે. હાલમાં જ ગુજરાતના લોકપ્રિય કનોડિયા પરિવારે પણ લાલપરીની સવારી માણી અને એક જ પળમાં ગાંધીનગરથી લંડનની સફર માણી લીધી. હિતુ કનોડિયા એ લાલપરીનો વિડીયો શેર કર્યો છે.

આ વાયરલ વિડીયો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ વીડિયો જોઈ શકો છો કે હિતુ કનોડિયા પોતાની પત્ની અને પુત્ર સાથે બોલીવુડના ગીતો ગાઈને ગાંધીનગરના રસ્તા પર વિન્ટેજ કારનો આનંફ લઈ રહ્યા છે. ખરેખર આ વીડિયો હાલમાં લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વિડીયો જોઈને તમે પણ ગાશો કે મેં નિકલા ગડી લે કર… ખરેખર આ વીડિયો ખૂબ ક સુંદર છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!