સેવાથી મોટું કંઈ નથી! છકડાચાલક પાચાભાઇ ભરવાડનીની સેવા જાણીને વંદન કરશો, ચાની સેવા માટે પત્નીના દાગીના અને છકડો વેચવા..
પ્રભુ કાર્યમાં સેવા કરવાનો અવસર મળે તો, આ તક ઝડપી લેવી જોઈએ કારણ કે તેનું પુણ્ય તો મળે છે પરંતુ સાથોસાથ ભગવાનનો રાજીપો મળે છે. આપણે જાણીએ છે કે, શતાબ્દી મહોત્સવમાં લાખો લોકો ની સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. હાલમાં જ રાજકોટમાં હનુમાન ચાલીસા કથા ચાલી રહી છે, ત્યારે છકડા ચાલક પાચાભાઈની સેવા જોઈને તમને વંદન કરવાનું મન થશે
રાજકોટના રેસકોર્સ મેદાનમાં હનુમાન ચાલીસા યુવા કથા ચાલી હતી, જેમાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા વ્યાસપીઠ પરથી રોજ હજારો લોકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે કથામાં છકડોરિક્ષાના ચાલક પાચાભાઈ ભરવાડ. જેઓ દરરોજ કથામાં આવતા હજારો લોકોને 200 થી 250 લિટર દૂધની ચા નિઃસ્વાર્થ ભાવે પીવડાવે છે અને તેમની સેવાને ખુદ હરિપ્રકાશદાસ સ્વામીએ વ્યાસપીઠ પરથી બિરદાવી હતી.
તમને જાણીને ખૂબ જ આશ્ચય થશે કે, પાચા ભાઈ પોતાના ઘરનું ગુજરાન માત્ર છકડો ચલાવીને કરે છે, છતાં પણ તેમને ચાની સેવા આપી છે. પાચાભાઈએ સ્વામીને કહ્યું હતું કે પત્નીના દાગીના, છકડોરિક્ષા વેચી દઈશ, બાકી ચા તો પીવડાવીશ જ. સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ સ્વામીએ પાચાભાઈની સેવાની પ્રસંશા કરતાં વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે અહીં એક ભરવાડ બાપા આવ્યા છે, તેઓ દરરોજ બધાને ચા પીવડાવે છે. તેમની પાસે કંઈ નથી, છકડોરિક્ષા ચલાવે છે. તેમણે એવું કહ્યું હતું કે મારા ઘરવાળાના દાગીના અને છકડો વેચી દઈશ, બાકી ચા તો હું જ પીવડાવીશ.
કથા શરૂ થઈ એ પહેલાં અન્ય લોકોએ તેમને એવું કહ્યું કે દૂધ અને ચા-ખાંડ અમે આપીશું તો તરત જ તેમણે કહ્યું કે તો નથી પીવડાવી. બધું જ મારું હોય તો ચા પીવડાવીશ. મને ખાલી જગ્યા આપો. તપેલાં, ગેસ, ચા-ખાંડ અને માણસો પણ મારા અને પીવડાવીશ પણ હું.
રિક્ષા ચલાવનાર પાચાભાઈએ જણાવ્યું હતું કે હું હનુમાન દાદા પર શ્રદ્ધા ધરાવું છું. દાદાએ મને સુઝાડ્યું છે, દાદાએ મને અહીં મોકલ્યો છે. દાદાએ કહ્યું કે તું સેવા કરવા જા, તારી સેવા થઈ જશે. માટે હું અહીં સેવા આપવા આવ્યો છું. અહીં રોજ 200થી 250 લિટર દૂધ આવે છે, જેમાં સાથે ચા-ખાંડ પણ અમે લાવીએ છીએ. ભગવાનની આપણા પર કૃપા થઈ ગઈ છે અને સ્વામીજી પણ રાજી થઈ ગયા
જેથી આજે અમે પણ રાજી થઈ ગયા. હું રિક્ષા ચલાવીને મારું ગુજરાન ચલાવું છું. હું દાદાનું નામ લઈને સેવા કરી રહ્યો છું. એમાં દાદા પણ મને સાથ આપી રહ્યા છે. ખરેખર ઈશ્વર તો દયાળુ છે, તમે તેની સામેં ખોબો ભરીને માંગવા જશો તો પણ તે તેનાથી બમણું આપશે