ખેડૂતે એક જ વિચારમાં જાતે જ સોલાર અને બેટરી થી ચાલતું ટેક્ટર બનાવ્યું!જાણો કંઈ રીતે.
મોદીજીએ આત્મનિર્ભર ભારતનું મિશન ચાલવી રહ્યા છે જેથી દેશના લોકો ખુદ દેશ ને આગળ બનાવવા આગળ આવે અને અનેક કાર્યો નું સજર્ન કરે. હાલમાં ડિજીટલનો યુગ છે ત્યારે તેનો સદ ઉપયોગ હવે ગામડાના લોકો કરવા લાગ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને અનેક સહાય કરવામાં આવી રહી અને નવિતમ ખેતી પ્રદ્ધતિ અપનાવવા પ્રેરે છે.
હાલમાં ખેડૂતોને સોલાર દ્વારા વીજળી પ્રાપ્ત કરવાનું સૂચવે છે ત્યારે એક ખેડૂતે સોલાર પ્લેટ માંથી ટેક્ટર બનાવવ્યું ચાલો જાણીએ આ ખેડૂત કંઈ રીતે કર્યું.
ગુજરાતનાં ખેડૂતો કોઠા સૂઝ ધરાવે છે અને જાણે છે કે વિપત્તિમાં પણ અવસર કેમ શોધવો. હાલમાં જ એક ખેડૂત જાતે જ મીની ટેક્ટર બનાવ્યું છે બેટરી થી ચાલે છે. ડીસાના શિક્ષિત અને યુવા ખેડૂતએ સોલાર અને બેટરીથી ચાલતું ટ્રેકટર તૈયાર કરીને ખેડૂતોને એક નવો સંદેશો આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કારમી મોંઘવારી વચ્ચે ઓછા ખર્ચે વધુ આવક કઇ રીતે મેળવી શકાય તે માટે સંશોધન કરીને ખેડૂતોને આત્મનિર્ભર ખેડૂત બનવાનો સંદેશો આપી રહ્યાં છે.
સોલારથી ચાલતું મિનિ ટ્રેકટર રૂપિયા 1.75 લાખમાં તૈયાર થયું છે. ખેડૂતોને મોંઘવારીના સમયમાં ડીઝલ બચે અને નાની બાગાયતી ખેતીમાં ઉપયોગીતા સાથે સાથે પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા, ઘાસચારો લાવવામાં સરળતા રહે, પર્યાવરણ બચે છે અને પ્રદુષણ પણ ન થાય એટલે ટ્રેકટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે.
સોલાર સિસ્ટમથી ચાલતું સોલાર મિનિ ટ્રેક્ટર બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. તેમજ એન્જીન નહી પરંતુ ઇલેક્ટ્રિક ડીવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમ ખેડૂત નવિનભાઇ માળીએ જણાવ્યું હતું.