અમદાવાદમાં 19 વર્ષીય ઠાકોર યુવકની દર્દનાક હત્યા ! જુવાન વયે દીકરાની હત્યા થતા આખો પરિવાર હીબકે ચડ્યો, 7 શખ્સોએ છરીના ઘા….
હાલમાં જ અમદાવાદમાં 19 વર્ષીય ઠાકોર યુવકની દર્દનાક હત્યા ! જુવાન વયે દીકરાની હત્યા થતા આખો પરિવાર હીબકે ચડ્યો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે ક્યાં કારણોસર આ દુઃખદ ઘટના બની. આપણે જાણીએ છે કે હત્યાના બનાવો દિવસેને દિવસે વધે છે, ત્યારે હાલમાં જ દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે આ ઘટના વિશે જાણવા મળ્યું.
આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે, અંગત અદાવતના કારણે યુવકની મોડી રાત્રે છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, યુવક બુલેટ લઈને નીકળ્યો હતો અને આ દરમિયાન જ 7 લોકો તેની પાસે આવ્યા હતા અને છરીના ઘા મારીને કરપીણ હત્યા કરી.
આ બનાવને પગેલે પરિવારમાં પણ શોકમય વાતાવરણ છવાઇ ગયું. આ ચોંકાવનારી ઘટનાના પગલે સમગ્ર માધવપુરા બજાર બંધ રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 6 શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે તેમજ સૌથી ખાસ વાત એ કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવકની અંતિમયાત્રા નીકળી હતી અને ખૂબ જ કરુણ દાયક દ્રશ્યો સર્જાય હતા.
મૃતકનું નામ કૃણાલ છે તેમજ ઘટના સ્થળે પોલીસ પહોંચીને કૃણાલની લાશને મોડીરાતે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જ્યાં લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. કૃણાલના મોતથી પરિવારમાં આભ ફાટી પડ્યું છે. જ્યારે વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી છે. આ કારણે પોલીસનો કાફલો માધવપુરા વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો.
આ બનાવમાં કરણ મહેન્દ્ર રાજપૂત, પીયૂષ ઠાકોર, ચિરાગ ઠાકોર
,રાજ લક્ષ્મણ ઠાકોર, દશરથ ઠાકોર ઉર્ફે કાળું ના નામો આરોપી તરિકે સામે આવ્યા છે. અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે સમગ્ર વિસ્તારને પોલીસછાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. હાલમાં માધવપુરા પોલીસે 5 વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. વધુ કાર્યવાહી હાથ ધરી છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.