Gujarat

દેશ વિદેશ મા ફેમસ છે રાજકોટ ના જય સીયારામ ના પેંડા ! આઝાદી પહેલા શરુ થયેલ આ દુકાન નુ નામ એવી રીતે પડ્યુ કે જાણી ને…

ગુજરાતીઓ સ્વભાવે જેટલા મીઠા છે, એટલા જ મીઠાઈઓના પણ શોખીન ખરા. ગુજરાતનાં અનેક શહેરોની મીઠાઈઓ ખૂબ જ લોકપ્રિય છે, ત્યારે આજે અમે આપને રાજકોટ શહેરના અતિ લોકપ્રિય પેંડા વિશે જણાવીશું. રાજકોટ આવો અને સીયારામના પેંડા નથી ખાધા તો તમારી રાજકોટ શહેરની સફર અધૂરી ગણાય છે કારણ કે, દેશ વિદેશમાં સિયારામ ફેમસ છે રાજકોટ ના જય સીયારામ ના પેંડા આઝાદી પહેલા શરુ થયેલ આ દુકાન નુ નામ એવી રીતે પડ્યુ કે જાણી ને તમને પણ આશ્ચય થશે.

ચાલો અમે આપને જણાવીએ સિયારામની શરૂઆત કઈ રીતે થયેલ. વર્ષ વર્ષ 1933માં રાજકોટના હરજીવનભાઈએ સૌપ્રથમવાર દૂધના પેંડા બનાવવાની શરૂઆત કરી હતી.આ સમયગાળો આઝાદી પહેલાનો હતો અને ત્યારે પણ રાજકોટ શહેરમાં પેંડા ખૂબ જ લોકપ્રિય હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, આ દુકાનનું નામ સિયારામ પણ અનોખી રીતે પડ્યું. ક્યારેય કોઈ કલ્પના પણ ન કરી શકે કે, આ દુકાનનું નામ આ કારણે પણ પડી શકે પરંતુ આજે આ જ નામ વિદેશમાં આટલું જ લોકપ્રિય છે.

હરજીવનભાઈને સીતા-રામ પર અતૂટ શ્રદ્ધા હતી અને તેમના મુખ પર સીતારામનું નામ જ રહેતું. તેઓ સામે મળતી દરેક વ્યક્તિને જય સિયારામ કહેતા. બસ, ત્યારથી તેઓ જય સિયારામ પેંડાવાળા તરીકે પ્રખ્યાત થઇ ગયા અને આજે દેશ વિદેશમાં સિયારામના પેંડા લોકપ્રિય થઈ ગયા છે. અત્યાર સુધી તમે જોયું હશે કે, પિતાનો વ્યવસાય દીકરો અને પછી તેનો દીકરો ચલાવે છે પણ હરજીવનભાઈની ત્રીજી પેઢી એટલે કે પૌત્રી દાદાનો શરૂ કરેલો પેંડાનો વેપાર સંભાળી રહી છે.

જય સિયારામ પેંડા ખૂબ જ ચોકસાઇ પૂર્વક ગુણવતાને ધ્યામમાં રાખીને બનાવવામાં આવસ છે. તમને જાણીને નવાઇ લાગશે કે, આ પેંડા આજે ન માત્ર ગુજરાત પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેમાં પણ જય સિયારામ પેંડા તો રાજકોટની એક આગવી ઓળખ બની ગઈ છે. તમે વિચારશો કે, આ દુકાન ક્યાં આવેલી છે તો અમે આપને જણાવીએ કે, સિયારામ પેંડા રાજકોટ શહેરના યાજ્ઞીક રોડ પર 80 વર્ષથી કાર્યરત છે. વર્ષ 1933માં જય સિયારામ પેંડાની શરૂઆત થઈ હતી.

સૌથી ખાસ વાત એ છે કે, વર્ષ 1933માં જે સ્વાદ અને ક્વોલિટી હતી તે આજે ત્રીજી પેઢીએ પણ જળવાય રહ્યો છે. હરજીવનભાઈ એ ‘ફ્રેશ અને સારી વસ્તુ વેચવી’ નું સુત્ર સાથે સિયારામની શરૂઆત કરેલ અને આજે તેમની પૌત્રી પણ આ સુત્ર સાથે વિશ્વભરમાં પોતાના પેંડાનો સ્વાદ પહોંચાડી રહી છે. અહીં એ વાત ઉલ્લેખનીય છે કે, જય સિયારામના પેંડા ડાયરેક્ટલી રાજકોટ બહાર પહોંચાડાતા નથી. ગ્રાહકોએ દુકાને આવીને જ ખરીદવા પડે છે. હવે જ્યારે પણ તમે રાજકોટ શહેરમાં આવો, ત્યારે સિયારામના પેંડા સાથે લઈજવાનું ભૂલશો નહીં.

સિયારામ પેંડાની વેરાઇટી વિશે અમે આપને જણાવીએ તો અવધપુરી સ્પે. પેંડા, જનકપુરી સ્પે. પેંડા, દાણાદાર પેંડા, કેસર પેંડા, કેસર બદામ પેંડા, ચોકલેટ પેંડા, રજવાડી પેંડા, મલાઈ પેંડા, કેશર મલાઇ પેંડા, થાબડી પેંડા તેમજ અન્ય ફેન્સી મીઠાઈઓ પણ જય સિયારામમાં જ મળે છે. રાજકોટ આવો તો પેંડાનો સ્વાદ જરૂર માણજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!