Gujarat

સુરતમાં રક્ષાબંધન પેહલા એક ભાઈએ બહેનની જુડવા દીકરીને આપ અનોખી ભેટ ! ચાંદ પર આટલી જમીન ખરીદી મામા-ભાણકીના પ્રેમની અનોખી મોહર બેસાડી….

મિત્રો તમને ખબર જ હશે કે વર્તમાન સમયની અંદર નવો ટ્રેન્ડ આવ્યો છે કે લોકો ચાંદ પર પોતાના નામે જમીન ખરીદી રહ્યા છે, અનેક મોટા કલાકારો તેમ જ અનેક વેપારીઓએ ચાંદ પર જમીન ખરીદી લીધેલ છે, એવામાં સુરત શહેરમાંથી એક ખુબ જ સુંદર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મામાએ પોતાની બે જુડવા ભાણકીઓ માટે જમીન ખરીદી છે. આમ તો અનેક લોકો ચાંદ લોકો ચાંદ પર જમીન ખરીદી જ રહ્યા છે પરંતુ આટલી નાની એવી ઉંમરમાં કોઈ જોડિયા બાળકના નામે ચાંદ પર જમીન નથી આથી આ કિસ્સો ખાસ માનવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સુરત શહેરના સરથાણા વિસ્તારની અંદર રહેતા બ્રિજેશભાઈ વેકરીયાની બહેન એવા દયાબેનના ઘરે એક સાથે બે બે લક્ષ્મીનો સાથે જન્મ થતા તેઓના પરિવારમાં આનંદનો માહોલ છવાય ગયો હતો, એવામાં મામા એટલે કે બ્રિજેશભાઈ વેકરીયા તો બે જુડવા ભાણકીનો જન્મ થવાની વાતને લઈને એટલા બધા હરખાય ગયા હતા કે તેઓએ બેન દયા પાસેથી બંને દીકરીના ડોક્યુમેન્ટ લઈને અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપનીની અંદર જમીન ખરીદવા માટે અરજી કરી દીધી હતી જે મંજુર તથા આ જુડવા બહેનો સૌથી નાની ઉંમરમાં ચન્દ્ર પરની જમીનના માલિક બની ગયા છે.

બ્રિજેશભાઈ વેકરીયા વિશે જો વાત કરવામાં આવે તો તેઓ ડિજિટલ માર્કેટિંગના વ્યવસાય સાતશે સંકળાયેલા છે તેમ જ સંવેદના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકેની પણ તેઓ ભૂમિકા ભજવી રહ્યા છે, એવામાં બહેનના ઘરે જુડવા બાળકોનો જન્મ તથા તેઓએ આ ખાસ સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું. આ જુડવા દીકરીઓના નામ નીતિ અને નિયતિ છે જેના નામે હાલ ચાંદ પર જમીન ખરીદી લેવામાં આવી છે. નીતિ અને નિયતિ માટે ચન્દ્રપર જે જમીન ખરીદવામાં આવી છે તે લુનાર સોસાયટીના વિસ્તારમાં હોવાની પણ જાણ થઇ છે.

આવી અનોખી ભેટ ભાઈ તરફથી મળતા બ્રિજેશભાઈની બહેન એવા દયાબેને પણ આનંદ ભર્યું નિવેદન આપતા કહ્યું હતું કે મારા ઘરમાં એક સાથે બે બે દીકરીઓનો જન્મ તથા અમે સૌ કોઈ ખુબ ખુશ છીએ એવામાં ચંદ્રયાન 3 ચાંદ પર પોહચે તેની પેહલા તો મારી બંને દીકરીઓ ચન્દ્ર પર એક એકર જમીનની માલિક બની ગઈ છે જેનો અમને ખુબ આનંદ છે.દયાબેને આગળ જણાવ્યું હતું કે આ તમામ વાત ફક્ત તેમના ભાઈ બ્રિજેશના લીધે શક્ય બન્યું છે કહેવાય છે કે ચન્દ્ર ચાંદામામા કહેવાતા હોય છે પરંતુ ખરા અર્થમાં મારો ભાઈ જ મારી બંને દીકરીનો ચાંદા મામા છે.

બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે તેઓને તેમની બંને ભાણીઓ માટે કાંઈક કરવું હતું આથી તેઓને ચંદ્ર પર જમીન ખરીદવા અંગે જાણ થાય અને ત્યારબાદ તેઓએ ત્યાં જમીન ખરીદવા અંગેનું કામ શરૂ કર્યું જેમાં તેઓએ એક મહિનામાં જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જે બાદ તેઓએ પોતાની બંને ભાણકી નીતિ અને નિયતિ માટે લેક ઓફ હેપ્પીનેસ વિસ્તારની અંદર જમીન ખરીદી લીધી છે, ખરેખર હો બાકી બ્રિજેશભાઈ વેકરીયા તેમની બંને ભાણકીઓ માટે ચાંદામામા સાબિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!