Gujarat

સુરતની આ હોસ્પિટલ મા એકજ દીવસે 31 બાળકોનો જન્મ થયો ! એક કરતે વધારે દીકરી નો જન્મ થાય તો હોસ્પિટલ તરફ થી એક લાખ ના બોન્ડ અને ડીજીટલ ચાર્જ માત્ર…

સુરત શહેર હંમેશા ચર્ચામાં જ રહે છે. આજનો દિવસ સુરત શહેર માટે ખૂબ જ યાદગાર અને ઇતિહાસ સર્જ્યો છે. આ ઘટના ખરેખર ખૂબ જ આશ્ચયજનક છે. વાત જાણે એમ છે કે, સુરત શહેરની ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઈતિહાસમાં એક એવી ઘટના બની છે કે જેના કારમે ડાયમંડ હોસ્પિટલની ચર્ચાઓ ચારો તરફ થઈ રહી છે.

આજના દિવસે હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 32 ડિલિવરી થઈ. જે ખૂબ જ ખુશીની અને આશ્ચયજનક વાત છે. 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થતા હોસ્પિટલ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે સુરત શહેરની આ ડાયમંડ હોસ્પિટલમાં જો દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

આજના દિવસે જન્મેલા તમામ બાળકો સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે સુરત શહેરની આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 છે તેમજ દીકરીનો જન્મ થાય તો કોઈ પણ ફી લેવામાં આવતી નથી.

આજના સમયમાં સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ માત્ર 5000 છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈપણ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપેલ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!