Gujarat

ફરી એક વખત દુખિયારા લોકોના સહારે આવ્યા મોરારીબાપુ ! ઉત્તરાખંડ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પરિવારજનોને આટલી સહાયની જાહેરાત કરી….

તમને સમાચાર અનુસાર ખબર મળી જ ગયા હશે કે ભાવનગર જિલ્લામાંથી ચારધામ યાત્રા માટે ગયેલા યાત્રિકો ગંગોત્રી હાઇવે પર અકસ્માત નડ્યો હતો જેમાં એક જ સાથે 7 લોકોના મૃત્યુ થયા હતા, એવામાં આ ઘટના સામે આવતા સૌ કોઈએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું જયારે મૃતકોના પરિવારજનોએ હૈયાફાંટ આક્રન્દ કર્યું હતું કારણ કે કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો હતો તો કોઈકે એ પોતાનો પતિ તો કોઈકે એ પોતાના પિતા ગુમાવી દીધા હતા.

એવામાં દુખિયારા લોકોના સહારે ફરી એક વખત મોરારીબાપુ આવ્યા છે કારણ કે મોરારીબાપુએ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલ તમામના પરિવારજનોને 15 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મોરારીબાપુએ આ ઘટનામાં મૃત્યુ પામનાર દરેક લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમ જ આ ઘટનાને પગલે પોતાનું દુઃખ પણ વ્યક્તિ કર્યું હતું, આ ઘટનાની અંદર અનેક લોકો મૌતને તો ભેટ્યા જ હતા પરંતુ સાથો સાથ અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે જેમાંથી અનેક લોકો હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

મોરારી બાપુએ તમામ મૃતકોના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે તેમજ ઘટનાની અંદર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ તમામ લોકો જલ્દીથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી.આ દુર્ઘટના વિશે જો વાત કરવામાં આવે તો ઉત્તરાખંડથી ગંગોત્રી હાઇવે પર આ દુઃખદ ઘટના ઘટી હતી જેમાં 7 લોકો મૌતને ભેટયા હતા જયારે 28 જેટલા યાત્રીઓને ગંભીર ઇજા તથા તેઓને સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા.

એવામાં મૃતકોના મૃતદેહને પોતાના વતન લાવતા સૌ કોઈ હીબકે જ ચડ્યું હતું,જણાવી દઈએ કે મૃતકના મૃતદેહોને ફ્લાઇટ મારફતે અમદાવાદ સુધી પોંહચાડવામાં આવ્યા હતા જે બાદ તમામ લોકોના મૃતદેહને તેમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા હતા જે બાદ સ્વજનોએ તમામ પ્રકાર વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમયાત્રા કાઢી હતી જેમાં ખુબ મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ખુબ વધારે શોક વ્યક્ત કર્યું હતું.

બસ આ ઘટનાને જોઈને ભગવાનને બસ આટલી પ્રાર્થના છે કે હવે આવી દુર્ઘટના બીજી વખત નહિ બતાવતા ભગવાન, કારણ કે જ્યા જ્યા પણ અંતિમ યાત્રા નીકળી તે તમામ ગામોમાં ખુબ કરુણ દ્રશ્યો સર્જાયા હતા, એટલું જ નહીં ક્યાંક તો આખા ગામ હીબકે ચડ્યા હતા. મૃત્યુ પામનાર તમામ યાત્રિકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સહ ૐ શાંતિ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!