રાજકોટમાં ગઠીયાએ કર્યો મોટો સાયબર ફ્રોડ! 35 વકીલના ખાતામાંથી આવી રીતે કરોડોની ઠગાઈ કરી લીધી…
દિવસેને દિવસે ઓનલાઇન ક્રાઇમનું (Online crime) પ્રમાણ વધી રહ્યું છે જેમાં કજાસ કરીને સાયબર ફ્રોડ અને હેકિંગના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના રાજકોટ શહેર (Rajkot city )માં પણ બની છે. આ બનાવ અંગે જાણીને તમને પણ આશ્ચય લાગશે. વાત જાણે એમ છે કે, ગઠિયાએ રેવન્યુની પ્રેક્ટિસ (Revenue practice ) કરતા 35 વકીલના બેન્ક એકાઉન્ટમાંથી 10-10 હજાર રૂપિયા ઉપાડી લીધા.
આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો અચાનક એક પછી એક એમ 30થી 35 વકીલોના બેન્કમાંથી (Bank account )9,990 રૂપિયા ઉપડી ગયા. તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈક અજાણ્યા શખસ દ્વારા આ કરવામાં આવ્યું છે. તમામ વકીલોએ સાયબર પોલીસને જાણ કરી.
તપાસના જાણવા મળ્યું કે, ખરીદનાર-વેચનાર અને સાક્ષી તરીકે સબ રજિસ્ટ્રારમાં નોંધણી થાય છે. આ દરમિયાન વકીલોના (Advocate ) ફિંગરપ્રિન્ટ (fingerprint ) ચોરાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાગ અંગે ગુજરાત સરકાર અને રિઝર્વ બેન્કને પણ જાણ કરી દેવામાં આવી છે.
એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ભેજાબાજના ખાતામાં 20 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન (Money transaction) થયેલ છે. માત્ર વકીલો જ નહીં પણ પોલીસને શંકા છે કે આ ગઠિયાએ દેશ-વિદેશના લોકો તથા NRIને પણ શિકાર બનાવ્યા હોઈ શકે છે. જોકે હજુ સત્તાવાર માહિતી બહાર નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.